અમદાવાદઃ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ કોરોનાને પગલે શહેરનાં મુખ્ય મંદિરોએ અભિષેક ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે કેટલાંક મંદિરોએ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે. શાહપુરના કાશી વિશ્વનાથ મંદિરમાં દર 10 મિનિટે એકને પ્રવેશ અપાશે. અંકુર પાસેના કામેશ્વર મંદિર બહાર દર્શન માટે 8 ફૂટનો સ્ક્રીન મુકાશે. જ્યારે મણિનગરના મણિકર્ણિકેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે 1008 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
