અમદાવાદ: અમદાવાદના છેલ્લા 15 દિવસથી સતત દિવસ(Ahmedabad Summer Days) દરમિયાન 42 ડિગ્રીથી ઉપરનું તાપમાન(heat wave in ahmedabad ) નોંધાઈ રહ્યું છે. જેના કારણે બપોરના સમયે પણ ધમધમતું શહેર એકંદરે શાંત થઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખુબ વધારે છે. ત્યારે ચાલુ માસમાં માત્ર 12 જ દિવસમાં ઝાડા ઉલટીના 205 કેસ(Disease in Summer Season) અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે કમળા કેસ 54 ટાઈફોઈડના 50 કેસ નોંધાયા છે. ત્યારે બીજી બાજુ એપ્રિલ માસમાં 8862 લોહીના નમુનાની તપાસ પણ કરવામાં આવી છે. આની રોગચાળાની સાથે સાથે ચિકનગુનિયાના નવા 3 કેસ નોંધાતા કુલ આંક 99 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: Disease in Summer Season : રાજકોટમાં કોરોનાની સાઈડ કાપી અન્ય રોગચાળાના કેસમાં ઉછાળો
પ્રદુષિત પાણી સેમ્પલની ચકાસણી કરવામાં આવી - શહેરમાં વધતા તાપમાન અને ગંદા પાણીના(polluted water ahmedabad) પરિણામે ઉલ્ટી, કમળો અને ટાઈફોઈડ સહિતના પ્રચંડ રોગચાળાનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે, અમદાવાદ કોર્પોરેશને આ અઠવાડિયે 735 પાણીના નમૂના એકત્ર કર્યા બાદ તપાસ્યા પણ હતા. આ પાણીના તપાસમાં કુલ 57 પાણીના નમૂના સેમ્પલ અનફિટ નોંધાયા છે. શહેરમાં ઉંચા તાપમાનને(Ahmedabad hot weather) કારણે લોકો શેરડીનો રસ, લીંબુનું શરબત અને સિકંજીનું શરબત સેવન સેવન કરતા હોવાથી તેવા સેન્ટરો પર અમદાવાદના આરોગ્ય વિભાગ અને સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા તે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.