- ગુજરાતનું પહેલું સેન્ટર અમદાવાદ દિલ્હી દરવાજા ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં શરૂ થયું
- મોબાઇલનું વ્યસન છોડાવવા માટે કોર્સ કરાવવામાં આવે છે
- વ્યસનથી છૂટવા 4થી 8 વીકનો સમય લાગે છે
- અત્યારે 24 મોબાઈલ એડિકેટેડ લોકો લઈ રહ્યા છે ફ્રીમાં સારવાર
અમદાવાદઃ હા આ વાત સાચી છે. મોબાઈલના સતત ઉપયોગથી ટીનેજર પર સૌથી વધુ અસરો પડી રહી છે. મોબાઇલ વ્યસનના ( Mobile Addiction ) કારણે પડતી માનસિક અસરોના કારણે લોકો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. રોજ 6થી 8 કલાક ઉપયોગ કરતા તેઓ તેના આદી બને છે. આવા મોબાઇલના વ્યસનીઓનું વ્યસન છોડાવવા માટે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની દિલ્હી દરવાજા ખાતે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં "ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટર" ( Digital Detox Center ) શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મોબાઈલના વ્યસનીઓનું વ્યસન છોડાવવામાં આવી રહ્યું છે. 15 દિવસ પહેલા જ આ સેન્ટરની શરૂઆત થઈ છે. આ પ્રકારનું ભારતનું બીજું અને ગુજરાતનું પહેલું સેન્ટર શરૂ કરાયું. જ્યાં ફ્રી સારવાર અપાય છે.
મોબાઈલ આ રીતે બની ગયો છે વ્યસન
મોબાઈલનું વ્યસન ( Mobile Addiction ) છોડાવવા માટેનું સેન્ટર હોય એ ભલે નવાઈની વાત હોય, પરંતુ જેમ જેમ મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ તેની વિપરીત માનસિક અસરો પણ પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને કોરોના બાદ વિદ્યાર્થીઓનું ભણતર ઓનલાઈન થઈ ગયું હતું. જેથી ઓનલાઇન ભણતરના કારણે વિદ્યાર્થીઓ મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનના આદી બની રહ્યાં છે. જેથી સૌથી વધુ પાંચ વર્ષથી લઈ 22 વર્ષ સુધીના યંગસ્ટર્સ પર પડી છે. જેઓ આ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. અત્યારે આ ડિજિટલ વેલનેસ સેન્ટરમાં ( Digital Detox Center ) 24 ટીનેજર્સ અને યંગસ્ટર્સ સારવાર લઈ રહ્યા છે. તાજેતરમાં જ શરૂ કરાયેલા આ સેન્ટરની 60 જેટલા મોબાઇલના વ્યસનીઓને મુલાકાત લીધી જેમાં 24 જેટલા લોકોને તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડી હતી.
આ સેન્ટર મુજબ આ 6 માંથી કોઈ 2 ચિહ્ન હોય તો તમારે ડિજિટલ ડીટોક્સની છે જરૂર
1 - તમે મોબાઈલ ફોન વગર ઘરની બહાર જઇ શકતા નથી.
2 - તમને સતત કોઈ કારણ વગર પણ વારેઘડીએ મોબાઈલ ફોન ચેક કરવાની જબરજસ્ત ઈચ્છા થાય છે.
3 - તમે જમતી વખતે પણ મોબાઈલ ફોન તમારી બાજુમાં જ રાખો છો.
4 - સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા બાદ તમે ચિંતાતુર કે ઉદાસ બની જાઓ છો
5 - કોઈને મેસેજ મોકલવા કે મેળવવા કે પોસ્ટ પર કોમેન્ટ કરવા કે મેળવવા માટે વ્યગ્રતાપૂર્ણ રીતે આતુર રહો છો
6 - તમને વારે ઘડીએ ફોમો (હું રહી ગઈ કે હું રહી ગયો) હોવાની લાગણી થયા કરે છે
ઓનલાઇન ક્લાસીસ શરૂ થયા બાદ બાળકો મોબાઇલના વધુ આદી બન્યા
હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સાયકિયાટ્રીક હેડ નર્સ વિભા સલાલિયાએ કહ્યું કે, આ હોસ્પિટલ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે. અહીં ઓક્યુપેશનલ થેરાપી અને રીહેબિલિટેશન ડિપાર્ટમેન્ટ છે. આ ડિપાર્ટમેન્ટમાં ડિજિટલ ડિટોક્સ વેલનેસ સેન્ટર ( Digital Detox Center ) શરૂ કર્યું છે. જ્યાં 5 વર્ષથી શરૂ કરીને જુદી જુદી એજના કુલ 24 ટીનેજ અને યંગસ્ટર અત્યાર સુધી આવ્યા છે. જેમની સારવાર ચાલે રહી છે. ખાસ કરીને કોરોનામાં ઓનલાઇન ક્લાસીસ શરૂ થયા બાદ તેમને ડિજિટલ મીડિયાની આદત ( Mobile Addiction ) વધુ પડી ગઈ છે. જેમને જરૂરિયાતના હિસાબથી સારવાર અપાય છે.
સેન્ટરમાં આ પ્રકારે અપાય છે ટ્રીટમેન્ટ
વિભા સલાલિયાએ કહ્યું કે, અહીં મોબાઇલનું વ્યસન ( Mobile Addiction ) છોડાવવા આવતા લોકોને સૌ પ્રથમ ઓપીડીમાં આવી મનોચિકિત્સક ડૉ. દિપ્તી બહેન ભટ્ટને બતાવે છે. જો તેઓને જરૂર જણાય તો ડિજિટલ ડીટોક્સ સેન્ટરને ( Digital Detox Center ) રિફર કરે છે. અહીં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ સુનિતા મહેરિયા અને અન્ય સાઈકિયાટ્રિક નર્સની ટીમ દ્વારા સાયકો સોશિયલ વર્કર દ્વારા સાયકોલોજિસ્ટ અસેસમેન્ટ કરાવવામાં આવે છે. મોબાઈલ કે સ્ક્રિન કે સોશિયલ મીડિયાના ઉપયોગની સામેની વ્યક્તિ પર કેટલી અસર છે જે બાદ થેરાપિટીક ઇન્ટરવેન્શન માટે પ્લાન કરવામાં આવે છે. જેમાં રિલેકસેશન ટેકનિક, બિહેવિયર થેરાપી, એજ્યુકેશન, સ્કેડ્યુઅલ અને સ્ટ્રક્ચર ટાસ્ક અપાય છે ત્યાર બાદ તેમના પેરેન્ટ્સનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રેયર, યોગા , મેડીટેશન એક્સરસાઇઝ, મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેથી મોબાઈલ પરથી ધ્યાન હટી શકે.
એક મહિનાથી 2 મહિના સુધી ચાલી શકે છે સારવાર
અહીં આવતા મોબાઈલ એડિક્ટેડ ( Mobile Addiction ) લોકોમાં તેની તીવ્રતા કેટલી છે. મોબાઇલ સતત ઉપયોગ કરવાથી કે પછી સ્ક્રીન પર સતત રહેવાથી તેના પર સાયકોલોજીકલ કેટલી અસરો પડી છે. જેને જોતાં એક મહિનાથી લઈને એક બે મહિના સુધી તેમની સારવાર કરવામાં આવે છે. જ્યાં તેમને રોજ બે કલાક હોસ્પિટલમાં ( Digital Detox Center ) બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ઘરે રહીને જ જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય છે જેનું શિડ્યુઅલ અહીંથી આપવામાં આવે છે.
આ પ્રકારની સાયકોલોજીકલ અસરો થઈ રહી છે બાળકો પર
ડિજિટલ મીડિયાના કારણે સૌથી વધુ બાળકો પર અસર પડી રહી છે. તેમની ઘર, પરિવાર સાથેની કનેએક્ટિવિટી છૂટી રહી છે, ડિજિટલ મીડિયામાં સતત સમય વ્યતીત થતા સોશિયલ સ્કીલ પર અસર પડી રહી છે. મોબાઇલનો વધુ સમય ઉપયોગ કરવાથી પેરેન્ટ્સ તેમને મોબાઈલ નથી આપતા ત્યારે તેઓ ખાવાનું છોડી દે છે, ક્યારેક આક્રમક બને છે, ઘરમાં તંગ વાતાવરણ બન્યું રહે છે, બહાર રમવાની ઉંમર હોય છે પરંતુ તેઓ બહારના વાતાવારથી ડીસ્કનેક્ટ રહે છે. જેના કારણે તેમના પર સાયકોલોજીકલ અસર પડે છે.
10 ઓકટોબરના રોજ આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી આ રીતે આવ્યો વિચાર
આ હોસ્પિટલના ( Digital Detox Center ) સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. અજય ચૌહાણે કહ્યું કે કોરોનાના કારણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણવા માટે ગેજેટ્સ અપાતા હતાં. જેથી ગેજેટ્સ સાથેનો સમય તેમનો વધ્યો હતો. લોકડાઉનમાં મનોરંજન પ્રવુતિઓ નહોતી જેથી બાળકો તેમાં વધુ સમય પસાર કરતાં. માતાપિતાની તેમના બાળકો પર પડતી વિપરીત અસરોની ફરિયાદ આવતી. આ ઉપરાંત મોટી ઉંમરના લોકોમાં પણ તેની અસરો જોવા મળી. હેડેક થયા કરવું, કામમાં ઝડપ ન રહેવી, ચીડિયો સ્વભાવ થવો આવી ફરિયાદો સાથે રોજના એક બે કેસો આવવા લાગ્યાં જેથી આ સેન્ટર શરૂ કરવાનું અમે વિચાર્યું.
આ પણ વાંચોઃ પાલીતાણામાં મોબાઈલ ઉધાર નહિ આપતા હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ
આ પણ વાંચોઃ જાણો આ વિદ્યાર્થીઓને મોબાઇલ નેટવર્ક વગર કઇ કઇ મૂશ્કેલીનો કરવો પડે છે સામનો