ETV Bharat / city

ખેડૂતોને વળતર ચૂકવવા ધાનાણીએ CM રૂપાણી અને કૃષિપ્રધાનને લખ્યો પત્ર - કૃષિપ્રધાન

અમદાવાદઃ લીલા દુષ્કાળ અને કમોસમી વરસાદને લીધે રાજ્યના 100થી વધુ તાલુકાના ખેડૂતો પ્રભાવિત થયા છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને વળતર ચૂકવવા મુદ્દે રાજ્ય સરકારના ઢીલા વલણની ઝાટકણી કાઢી હતી. મુખ્ય પ્રધાન રૂપાણી અને કૃષિ-પ્રધાન આર.સી.ફળદુને પત્ર લખી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા વિનંતી કરી છે.

dhani wrote a letter to cm rupani and agriculture minister to pay compensation to the farmers
author img

By

Published : Nov 7, 2019, 11:05 PM IST

સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિઓ પર આકરા પ્રહારો કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વળતર માટે ફોર્મ ભરવા મુદ્દે સરકારે ખેડૂતોને 72 કલાકનો સમય આપ્યો હતો. ખેડૂતો માટેના તેમના ટોલ ફ્રી નંબર લાગતા નથી. જ્યારે પોતાની પાર્ટીના સભ્યો બનાવવા હોય તો મિસકોલ થકી સભ્યો બનાવે છે.

ખેડૂતોને વળતર ચૂકવવા ધાનાણીએ CM રૂપાણી અને કૃષિપ્રધાનને પત્ર લખ્યો

ધાનાણીએ જણાવ્યું કે અગાઉ ૧લી ઓક્ટોબરના રોજ ખેડૂતોને વળતર મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા ફરીવાર તેમને અને કૃષિપ્રધાનને પત્ર લખ્યો છે. જો સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગ્રામ્યથી જિલ્લા સ્તર સુધી વિરોધ સાથે આંદોલન કરશે. ચોમાસુ પૂરું થઈ ચૂક્યું છે, ત્યારે હવે સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારની કામગીરી ઢીલી છે. આગામી સમયમાં જ ખેડૂતોને પુરુ વળતર ચુકવવામાં નહિ આવે તો કોંગ્રેસ આંદોલન કરશે.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોને વળતર ચૂકવવા મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણી અને કૃષિ-પ્રધાન આર.સી.ફળદુને પત્ર લખી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા વિનંતી કરી છે.

Intro:લીલા દુષ્કાળ અને કમોસમી વરસાદને લીધે રાજ્યના 100થી વધુ ગામના ખેડૂતો પ્રભાવિત થયા છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવા મુદ્દે રાજ્ય સરકારના ઢીલા વલણની ઝાટકણી કાઢતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્ય-પ્રધાન રૂપાણી અને કૃષિ-પ્રધાન આર.સી.ફળદુને પત્ર લખી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા વિનંતી કરી છે...

Body:સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિઓ પર આકરા પ્રહારો કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે વળતર માટે ફોર્મ ભરવા મુદ્દે સરકારે ખેડૂતોને 72 કલાક નો સમય આપ્યો હતો અને અને ખેડૂતો માટેના તેમના ટોલ ફ્રી નંબર લાગતા નથી. જ્યારે પોતાની પાર્ટીના સભ્યો બનાવવા હોય તો મિસકોલ થકી સભ્યો બનાવે છે.

ધાનાણીએ જણાવ્યું કે અગાઉ ૧લી ઓક્ટોબરના રોજ ખેડૂતોને વળતર મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા ફરીવાર તેમને અને કૃષિપ્રધાનને પત્ર લખ્યો છે અને જો સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરવામાં નહીં આવે કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગ્રામીણ થી જિલ્લા સ્તર સુધી આંદોલન અને વિરોધ કરશે.

Conclusion:ચોમાસુ પૂરું થઈ ચૂક્યું છે ત્યારે હવે સરકાર દ્વારા સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સરકારની ઢીલી કામગીરી અને માનસિકતા દર્શાવે છે. આગામી સમયમાં જ ખેડૂતોને પુરુ વળતર ચુકવવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ આપી હતી..

બાઈટ - પરેશ ધનાની, વિરોધપક્ષના નેતા, ગુજરાત વિધાનસભા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.