અમદાવાદ: અમદાવાદના ધંધુકામાં (Dhandhuka Murder Case) સોશિયલ મીડિયા પોસ્ટથી નારાજ થયેલા કેટલાક લોકોએ કિશન બોળિયાની હત્યા (Kishan Boliya Murder Case) કરી હતી. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના મૌલવી (Ahmedabad Maulavi In Murder Case)ની સંડોવણી સામે આવી છે. સૂત્રો પ્રમાણે હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હતા. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ અપાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Vaccination campaign: સર મુબારક દરગાહ ધંધુકા ખાતે મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં
ધંધુકા ફાયરિંગ વિથ મર્ડર કેસ (Dhandhuka Firing With Murder)માં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી એક્શનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ભરવાડ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. ગૃહપ્રધાને ન્યાય અપાવાની સંપૂર્ણ ખાતરી આપી છે. ગૃહપ્રધાને ધંધુકામાં પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં 2 આરોપીઓએ બાઇક પર આવીને કિશન બોળિયા પર ફાયરિંગ કર્યું હતું અને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ આચરનારા 2 આરોપીઓની પોક્સો એક્ટ (Pocso Act ) હેઠળ કરાઇ ધરપકડ
અમદાવાદના મૌલવીએ હથિયારો આપ્યા હતા
2 આરોપીઓમાંથી એકનું નામ શબિર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 2 મૌલવીઓની ભૂમિકા સામે આવી છે. સૂત્રો પ્રમાણે મૌલવીના ઇશારે 2 શૂટરોએ કિશનની હત્યાને અંજામ આપ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) અમદાવાદ જમાલપુરના મૌલવી (Maulvi of Jamalpur Ahmedabad) સુધી પહોંચી છે.
ધંધુકામાં પોલીસનો સઘન બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, માલધારી સમાજના યુવકની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધંધુકામાં બંધનું જાહેર કરવામાં આવ્યું હતું. વિરોધના પગલે આખું ધંધુકા સજ્જડ બંધ રહ્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.