અમદાવાદઃ શહેરમાં આવેલા શાહ આલમ દરગાહ છેલ્લા અઢી મહિનાથી બંધ છે. મુસ્લીમ સમાજના લોકો નમાઝ અદા કરી શકયા નથી, પણ હવે જ્યારે અનલોક-1 શરૂ થયું છે, ત્યારે શાહ આલમ દરગાહ પર મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. પરંતુ શાહે આલમ દરગાહના દરવાજા બંધ હોવાથી તેઓ બહારથી દયા માંગી નીકળી રહ્યા છે અને દરગાહના દરવાજો ખોલવાની રાહ જોઇ રહ્યા છે.
આ સંદર્ભમાં, રાશિદભાઇ કહે છે કે, લોકડાઉનને કારણે આખો દેશ બંધ હતો. આવી સ્થિતિમાં શાહ આલમના દરવાજા પહેલીવાર બંધ દેખાયા હતા. હવે અમને બહાર જવા દેવામાં આવ્યાં છે, તેથી અમે આ દરગાહની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અને અમે વહેલી તકે દરગાહમાં જવાની મંજૂરી મળે એવી ઇચ્છા રાખીએ છીએ.
અન્ય એક એ કહ્યું કે, અમે શાહ આલમ દરગાહ પહોંચ્યા અને બહારથી દુઆ માંગી છે. અમને આનંદ છે કે, મસ્જિદો અને દરગાહના દરવાજા ખોલવાના છે. સરકારની માર્ગદર્શિકા મુજબ મસ્જિદો અને મંદિરોમાં ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવશે. સામાજિક અંતર પર પ્રાર્થના કરવામાં આવશે અને અમે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને દરગાહમાં પ્રવેશ કરીશું. અમે દુઆ કરીએ છીએ કે કોરોના જલદીથી દુનિયામાંથી દૂર થઈ જશે.