● નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની ન્યૂ કિડની હોસ્પિટલની મુલાકાત લીધી
● 500 કરોડના ખર્ચે બની રહી છે હોસ્પિટલ
● 800થી વધી બેડની કેપેસિટી
● 350-400 બેડ કોવિડ દર્દીઓ માટે ફાળવાશે
● અઠવાડિયામાં કોવિડ કેર માટે સજ્જ થશે હોસ્પિટલ
અમદાવાદઃ નીતિન પટેલની સાથે અધિક સચિવ પંકજ કુમાર અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ન્યુ કિડની હોસ્પિટલનું બિલ્ડીંગ વિકસિત થઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે અહીં આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં તે સમયમાં સીવીલ હોસ્પિટલ કેમ્પસ વિકસિત થયું છે. સમગ્ર રાજ્ય ઉપરાંત આસપાસના રાજ્યમાંથી પણ લોકો સારવાર લેવા સિવિલ કેમ્પસમાં આવે છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની ન્યૂ કિડની હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરવા સમીક્ષા કરી
અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસની સ્થિતિ વકરી રહી છે. અમદાવાદની હોસ્પિટલો કોવિડના દર્દીઓથી ઉભરાઇ રહી છે. સરકારે વધુ ખાનગી હોસ્પિટલના બેડ હસ્તગત કર્યા છે. આજે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદના ન્યુ કિડની હોસ્પિટલ ખાતે કોવિડ કેર શરૂ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.