ETV Bharat / city

નિવૃત્તિ પછી કોઇપણ કર્મચારી કે અધિકારી સામે તપાસ કરી શકાય નહીં : હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા રિટાયર્ડ કર્મચારીઓને લઈને એક મહત્વનો ચુકાદો(Important Decision about Retired Employees) છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે કોઈ પણ નિવૃત કર્મચારી ઉપર ખાતાકીય તાપસ(Departmental Inquiry on Retired Employees) કે અનિયમિતતા માટે ચાર્જશીટ પાઠવી શકાય નહીં. ચાલો જાણીયે શું છે આ સમગ્ર ચુકાદો અને હાઇકોર્ટે શું વધુમાં જણાવ્યું.

હાઇકોર્ટે કરી સ્પષ્ટતા નિવૃત્તિ પછી કોઇપણ કર્મચારી કે અધિકારી સામે તપાસ કેમ કરી શકાય નહીં

author img

By

Published : Jun 14, 2022, 4:15 PM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને લઈને એક મહત્વનો ચુકાદો(Important Decision about Retired Employees) આપ્યો છે.જેને લઇને હાઈકોર્ટે જણાવ્યું છે કે કોઈ પણ કર્મચારી ને નિવૃત્તિ પછી તેની સામે ખાતાકીય તપાસ કે કોઈપણ પ્રકારની અનિયમિતતા માટેની ચાર્જશીટ પાઠવી શકાય નહીં. આ ચુકાદાની સાથે જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર(Retired Deputy Engineer of Gujarat University) ભુપેન્દ્ર પટેલને સમગ્ર કેસ મામલે રાહત મળી છે.

આ પણ વાંચો: એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર

શું છે સમગ્ર મામલો - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી માં ભુપેન્દ્ર પટેલ 1992થી ડેપ્યુટી એન્જીનીયર તરીકે પોતાની ફરજ બજાવતા હતા. 20 વર્ષની સેવા પૂરી કર્યા પછી ભૂપેન્દ્ર પટેલે સ્વૈચ્છિક રીતે જ નિવૃત્તિ પસંદ કરી હતી. ત્રણ મહિનાની નોટીસ પિરિયડ આપીને 2013માં રાજીનામું આપ્યું હતું. યુનિવર્સિટીએ તેમના રાજીનામાનો કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા ભુપેન્દ્ર પટેલ ઉપર અનિયમિતતા અને ગેર વર્તણૂકને લઇને સપ્ટેમ્બર 2015માં યુનિવર્સિટી એ તેમના વિરુદ્ધ સપ્ટેમ્બર-2015માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત એની સામે કોઈ પગલા લેવામાં આવતા યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં(Executive Council of the University) 2017માં પણ તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

હાઇકોર્ટમાં યુનિવર્સિટીની કાર્યવાહી સામે અરજી - ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઇકોર્ટમાં યુનિવર્સિટીની કાર્યવાહી સામે અરજી(Application against University in Gujarat High Court) કરી હતી, એ અરજીમાં તેમણે રજૂઆત કરી હતી કે નિવૃત્ત કર્મચારી સામે ખાતાકીય તપાસ શરૂ કરી શકાય નહીં, તેમજ યુનિવર્સિટીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું કે નકાર્યું ન હોવાથી તેમને ગુજરાત સિવિલ સર્વિસ નિયમો(Gujarat Civil Service Rules) 2002ના નિયમ 48 મુજબ 2014માં નિવૃત પણ ગણવામાં આવે છે. તેથી આવી સ્થિતિમાં તેમની નિવૃત્તિ પછીની કોઈપણ ખાતાકીય તપાસમાં ગણાતી નથી.

અધિકારી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકાય નહીં - આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ સુનાવણી સાંભળ્યા બાદ, આ અંગે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારી કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા અટકાવી શકાય નહીં. આની સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કોઈ કર્મચારીએ જ ગેરકાયદેસર કામ કર્યું હોય તો સરકાર તેનું ટેન્શન રોકી શકે છે, પરંતુ તેની સ્વૈચ્છિક નિવૃત્તિને રોકી શકતા નથી.

આ પણ વાંચો: New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

હાઇકોર્ટે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી - જેથી સમગ્ર સુનાવણીને ધ્યાને લઇને હાઇકોર્ટે ભુપેન્દ્ર પટેલ સામે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી હતી. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ થાય એ પહેલાં જ તેઓ નિવૃત્ત થયા હોવાથી હાઈકોર્ટે ભુપેન્દ્ર પટેલ સામે ખાતાકીય કાર્યવાહીને અમાન્ય જાહેર કરી હતી. આ સમગ્ર મામલે કોર્ટે યુનિવર્સિટીને એવું પણ કહ્યું હતું કે, તેઓ પોતાના તપાસ અહેવાલના તારણોના આધારે ભુપેન્દ્ર પટેલ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી શરૂ કરી શકે છે. જો કે આ સમગ્ર મામલે કોર્ટે તપાસને ખોટી ઠેરવીને ભુપેન્દ્ર પટેલને મોટી રાહત મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.