અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે તમામ પક્ષે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પર ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 30 એપ્રિલ અને 1 મે ના રોજ અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal Gujarat Visit)બે દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે જ્યાં આદિવાસી સમાજને સંબોધશે.
બે દિવસનો કાર્યક્રમ - પંજાબ ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તૈયારી શરૂ કરી દીધી છે.આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન આ મહિના અંતે ગુજરાતના બે દિવસમાં માટે પ્રવાસે આવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલનો (Delhi CM Arvind Kejriwal Gujarat Visit)સમગ્ર બે દિવસનો કાર્યક્રમ શું છે તે જાણીએ.
આ પણ વાંચોઃ CM Kejriwal Gujarat Visit: 1લી મેના ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ, આ કાર્યક્રમમાં લેશે ભાગ
બંને દિવસ દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 30 એપ્રિલ અને 1 મે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી (Delhi CM Arvind Kejriwal Gujarat Visit)રહ્યા છે. જેમાં 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે સુરત એરપોર્ટ તેમનું આગમન થશે. જેઓ ત્યાંથી સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે.જયારે 1 મેન રોજ અરવિંદ કેજરીવાલ સવારે 9 કલાકે ભરૂચ જવા નીકળશે. જ્યાં MLA છોટુ વસાવાના નિવાસસ્થાને (AAP and BTP Alliance )બેઠક કરવામાં આવશે.આ બેઠક વિધાનસભાની ચૂંટણીને લઈને ખૂબ મહત્વની સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ AAP and BTP alliance: ભાજપનો વિજય રથ રોકવા AAP-BTPનું ગઠબંધન, 1 મેએ યોજાશે મહાસંમેલન: છોટુ વસાવા
આદિવાસી સંકલ્પ મહાસંમેલન સંબોધિત કરશે -અરવિંદ કેજરીવાલનો આ ગુજરાત પ્રવાસ (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વસતા આદિવાસી સમાજને લઈને મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. જેમાં BTP સંસ્થાપક છોટુ વસાવા ગઠબંધન આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)થઈ રહ્યું છે. જેના અંતર્ગત બંને સાથે (AAP and BTP Alliance ) મળીને ચંદેરીયા ગામ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધિત કરશે.
રાજકીય અગ્રણી સાથે બેઠક કરવામાં આવશે -સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી વિરોક્ષ પક્ષ છે. ત્યારે હવે BTP સાથે છોટુ વસાવા સાથે દક્ષિણ ગુજરાતમાં ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election 2022) રણનીતિ ઘડવા માટે રાજકીય અગ્રણી સાથે બેઠક (AAP and BTP Alliance ) આયોજન કરવામાં આવશે. આ બેઠક બાદ વડોદરા જવા નીકળશે. જ્યાંથી તેઓ દિલ્હી જવા (Delhi CM Arvind Kejriwal Gujarat Visit)રવાના થશે.