અમદાવાદ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. આ તકે, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીના શ્રી ગણેશ પણ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી (Arvind kejriwal Gujarat visit) ગુજરાતમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે મુખ્યપ્રધાન કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ પહેલા પણ આપ દ્વારા 5 જેટલી ગેરંટી આપવામાં આવી છે. જેને જોતા સોમવારે હિંમતનગર અને 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં સભા સંબોધીને વધુ એક આરોગ્ય અને શિક્ષણ લક્ષી ગેરંટી આપી શકે છે.
આ પણ વાંચો : ગેરન્ટી પે ગેરન્ટી કેજરીવાલ હવે વિદ્યાર્થીઓને ખુશ કરવાના મૂડમાં
શું હશે વધુ એક ગેરંટી : 22 ઓગસ્ટ, એટલે કે સોમવારે સવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind kejriwal) અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodia) બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આવતીકાલે બપોરના અમદાવાદ ખાતે પ્રેસ કૉન્ફરન્સ બાદ બપોરે 4 વાગે હિંમતનગર ટાઉન હોલ સભામાં શિક્ષા અને આરોગ્ય સુવિધાને લઈને ગેરંટી આપવામાં આવશે.
પ્રવાસ દરમિયાન હુમલાની આશંકા : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સીસોદીયા બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન, આપના ચૂંટણી પ્રભારી ગુલાબસિહ યાદવે ગુજરાત DGPને આવેદન આપી તેમની સુરક્ષાને લઈ માંગ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ બન્નેઓ ગુજરાત આવી રહ્યા છે, આ દરમિયાન તેમના પ્રવાસ પર હુમલો થવાની શક્યાતઓ સેવાઈ રહી છે. આથી પ્રભારીએ પોલીસના ચાંપતા બંદોબસ્તની માંગ કરી છે.
ટ્વિટ કરી આપી માહિતી : દિલ્હીના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, હું અને મનીષ સીસોદીયા બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છીએ. જેમાં દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સારી શાળા, સારી હોસ્પિટલ અને શેરી ક્લિનક બનાવવામાં આવશે. આ સાથે જ, દરેક બાળકને સારું શિક્ષણ અને સારી આરોગ્યની સેવા પણ મફત આપવામાં આવશે. Arvind kejriwal Guarantee
આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 આમ આદમી પાર્ટીની બીજી યાદીમાં 9 ઉમેદવાર સમાવિષ્ટ કર્યા જૂઓ કોણ ખાટી ગયાં
ભાવનગરમાં શિક્ષા સંવાદ : લઠ્ઠાકાંડ સમયે ભાવનગર આવેલા અરવિંદ કેજરીવાલ ફરીથી 23 ઓગસ્ટના રોજ શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવનગરના સરદાર નગર મેઘાણી ઓડિટોરિયમ હોલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓનું એક સંમેલન યોજાશે. જેમાં અરવિંદ કેજરીવાલ દરેકને સંબોધિત કરશે. આ સાથે મોટી જાહેરાત પણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગર આવી રહેલા અરવિંદ કેજરીવાલને લઈને તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, મોટા નેતા અપમાં જોડાય તેવી અટકળો ચાલી રહ્યા છે.