- રાજ્ય સરકારે જન્માષ્ટમી નિમિત્તે કર્યો મહત્વનો નિર્ણય
- લોકો દર્શનનો લાભ લઇ શકે તે માટે રાત્રીના 1 વાગ્યાથી કરફ્યુ અમલી
- ફક્ત જન્માષ્ટમીના દિવસે એક દિવસ પૂરતો જ રાત્રીના 1 વાગ્યાથી કરફ્યુ લાગુ
- ગણેશ પંડાલ માંપણ સરકારે જાહેર કરી એસ.ઓ.પી.
ગાંધીનગર : 30 ઑગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તે સપ્ટેમ્બરના રોજ ફક્ત એક જ દિવસ માટે લોકો જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શકે તેને ધ્યાનમાં લઈને એક જ દિવસ માટે રાત્રીના એક વાગ્યા સુધીનો કર્ફ્યુ અમલી કરવામાં આવ્યો છે કે જ્યારે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે પણ રાજ્ય સરકારે એસપીની જાહેરાત કરી છે.
જન્માષ્ટમીમાં રાત્રીના 1વાગ્યાથી કરફ્યુ અમલી થશે
30 ઑગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી રાજ્ય સરકારે કોર કમિટીની બેઠકમાં જન્માષ્ટમીમાં રાત્રીના 12 વાગ્યા દરમિયાન ભગવાનના દર્શન કરી શકે તેના માટે રાત્રી કર્ફ્યુ રાત્રીના એક વાગ્યાથી અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે આ નિર્ણય ફક્ત જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જ અમલમાં રહેશે.
મંદિરમાં 200 લોકો જ દર્શન કરી શકશે
જન્માષ્ટમીના તહેવાર અને સાર્વજનિક ગણેશ મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકારે મંગળવારે કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય થયા હતા જેમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મંદિરમાં વધુમાં વધુ પડતો 200 લોકો એક સાથે દર્શન કરી શકશે સાથે જ મંદિરની અંદર બે ફૂટના અંતર સાથે ગોળ રાઉન્ડ કરવાના રહેશે જેથી અગાઉની અંદર જ એક પછી એક એમ દર્શનાર્થીઓ આગળ વધતા જાય જેથી મંદિરની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે આ ઉપરાંત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પણ આ પ્રકારના ગોળ રાઉન્ડ કરવાના રહેશે જેથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પણ સામાજિક અંતર યોગ્ય રીતે જળવાઈ રહે.
ગણેશ વિસર્જનમાં ફક્ત 15 લોકોને જ અનુમતિ
રચના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં ગણેશ વિસર્જન બાબતે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે જેમાં ગણેશ વિસર્જન ફક્ત 15 લોકોને જ ભેગા થવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત ગણેશ મહોત્સવ અને જન્માષ્ટમી દરમિયાન કોરોનાની ગાઈડલાઇન્સનું ફરજીયાત પાલન કરવાનું રહેશે
પ્રસાદ માટે પરવાનગી આપે
જન્માષ્ટમીનો તહેવાર અને ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદીનું એક અનેરૂ મહત્વ હોય છે પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કોર કમિટીમાં પ્રસાદ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આમ સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે સાથે અન્ય કોઈ જ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી નહીં
જન્માષ્ટમીના તહેવાર બાદ નવમીના દિવસે જાહેર જગ્યા ઉપર પણ મટકીફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે પરંતુ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં મટકીફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવી નથી. આમ આ વર્ષે પણ મટકીફોડ કાર્યક્રમ એક પણ જગ્યાએ યોજાશે નહીં. જો સરકારને જાહેર કરેલી ગાઇડલાઇનનું કોઈ પણ ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકશે.