- કોરોનાની બીજી લહેર બાદ રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ સેવા શરૂ
- ક્રૂઝની સાથે સાથે અન્ય રાઈડ્સ પણ શરૂ કરવામાં આવશે
- ક્રૂઝ માટે વ્યક્તિદીઠ 250 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે
અમદાવાદ: કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફરીથી રિવર રાઈડ્સ સેવાઓ પૂર્વવત્ કરાઈ છે. કોરોનાની બીજી લહેર ના થોડા સમય પહેલા લાવવામાં આવેલી ક્રુઝને ફરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ કરાઇ છે. ક્રુઝની અંદર 60 વ્યક્તિઓ બેસી શકે છે. વ્યક્તિ દીઠ 250 રૂપિયા ટિકિટ ચાર્જ લેવામાં આવે છે. આવનારા તહેવારોના સમયમાં અહીંયા લોકો ઉમટે તેવી પૂરી શક્યતા છે.
6 મહિના બાદ સેવાઓ શરૂ
આ બોટ સેવા શરૂ થયાના કેટલાક સમય બાદ કોરોનાની બીજી લહેરમાં બંધ કરાઈ હતી. હવે 6 મહિના બાદ સેવાઓ શરૂ કરાઇ છે. આ સેવાઓનો લાભ લેવા માટે ગ્રહકોએ માસ્ક, સેનેટાઈઝર, સોસિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળીને બોટમાં પ્રવેશ મેળવવાનો રહેશે. બોટની રાઇડ 20 થી 25 મિનિટની હોય છે. આ પાર્ટી બોટ છે. જેને પર્સનલ ભાડે લઈ શકાય છે. પાર્ટી માટે 10 હજાર રૂપિયામાં એક કલાક માટે બોટ મળે છે. જે સંપૂર્ણ વતાનુકૂલિત છે.
નવું નઝરાણું આવવાની તૈયારી
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ ઉપરાંત વોટર બલુન, વોટર બાઈસીકલ, સ્પીડ બોટ જેવી અન્ય રાઈડ્સ પણ ફરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં રાઈડ્સમાં નવું નજરાણું અમદાવાદના લોકોને મળે તેવી શક્યતા છે.