- 12 વર્ષથી ફરાર સાધકની નાસિકથી થઇ ધરપકડ
- સંજુ ઉર્ફે સંજીવની ફાયરિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી
- 2009માં સાબરમતી નજીક રાજુ ચડાક પર ફાયરિંગ કરવાના ગુનામાં આરોપી હતો ફરાર
અમદાવાદ- પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો, પરંતુ ફરાર થઈને પણ આસારામના અલગ-અલગ આશ્રમમાં છુપાઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે, સંજય નાસિકના આશ્રમમાં રોકાયો છે, જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડવામાં આવ્યો હતો. આ ગુનામાં આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- ગાંધીનગર કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી
સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કરાયું હતું
વર્ષ 2008માં આસારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદીની પંચ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો અને મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં તે મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે, સાથે જ ફાયરીંગ કર્યું હતુ.
આ પણ વાંચો- પત્રકાર અને જાહેર જનતા પર હુમલાનો મામલો: આસારામના સાધકોને એક વર્ષની જેલની સજા
આ કેસમાં અન્ય એક આરોપી પંકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે
ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં આરોપી સંજય આસારામના અલગ-અલગ આશ્રમ નાસિક, ધુલિયા, ભોપાલ, માલેગાવ અને સુરત રહી સંચાલન કરતો હતો. જો કે, છેલ્લાં ઘણા સમયથી સંજય નાસિક આશ્રમનું સંચાલન કરતો હતો. તપાસમાં જોધપુર જેલમાં આસારામ સાથે મુલાકાતમાં જતો હોવાનું સામે આવ્યુ છે, પણ છેલ્લાં બે વર્ષથી તેઓ મળ્યા નથી, ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પંકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.