- બિપિન રાવતના મોત બાદ સોશિયલ મીડિયા પર અભદ્ર લખનાર શખ્સની ક્રાઈમ બ્રાંચે અમરેલીથી કરી ધરપકડ
- શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ હાથ ધરી
- બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ લખતો
અમદાવાદ: તમિલનાડુના કુન્નુરમાં બુધવારે દુર્ઘટના ઘટી હતી. જેમા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Bipin Rawat) જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ (Helicopter crash) થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવતના મોત બાદ સોશિયલ મીડિયા પર શિવા આહીરે પોતાના ફેસબૂક એકાઉન્ટમાં વિવાદીત ટીપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ( Crime Branch Ahmedabad) હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામથી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ કરવામાં આવી હતી.
શિવા આહીરને અમરેલીથી પકડયો
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS Bipin Rawat) જનરલ બિપિન રાવતના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા શિવા આહીરને અમરેલીથી પકડી લીધો હતો. આ શખ્સ માત્ર બિપિન રાવત નહિં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીને અમરેલીથી પકડીને લાવ્યા અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: CDS General Bipin Rawat: CDS જનરલ બિપિન રાવતના નિધન પર બોલિવૂડમાં શોક, કલાકારોએ શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો: ભારત કોઈ દબાણ સામે ઝૂકવાનું નથી: જનરલ બિપિન રાવત