ETV Bharat / city

દારૂના ખોટા કેસમાં મહિલા PSI સહિત 11 વ્યક્તિઓ સામે કોર્ટમાં ફરિયાદ

અમદાવાદ શહેરનું સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati police Station Ahmedabad) હવે દારૂના ખોટા ગુનાને લઈને ચર્ચામાં છે. જ્યાં એક વ્યક્તિ પર ખોટો (Fake Liquor Case in Ahmedabad) કેસ કરી દેવાની ધમકી ઉચ્ચારી મહિલા પોલીસે રોકડ રકમની માંગ કરી હતી. કોર્ટે આ અંગે તપાસના રીપોર્ટ જમા કરવા આદેશ કરેલો છે.

દારૂના ખોટા કેસમાં મહિલા PSI સહિત 11 વ્યક્તિઓ સામે કોર્ટમાં ફરિયાદ
દારૂના ખોટા કેસમાં મહિલા PSI સહિત 11 વ્યક્તિઓ સામે કોર્ટમાં ફરિયાદ
author img

By

Published : May 21, 2022, 6:13 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરનું સાબરમતી પોલીસ મથક (Sabarmati police Station Ahmedabad) છેલ્લા ઘણાં સમયથી અનેક કેસને લઈને ચર્ચામાં છે. એવામાં મહિલા PSI ભેટારિયા સહિત અન્ય 11 વ્યક્તિઓ સામે કોર્ટ કેસ (Liquor Case Ahmedabad police) થતા સાબરમતી પોલીસ સ્ટેશન હેડલાઈન્સમાં રહ્યું છે. હવે યુવક ઉપર વિદેશી દારૂનો ખોટો (Fake Liquor Case in Ahmedabad) કેસ કરી નાંખ્યો હતો. જેની પતાવટ માટે રૂપિયા 5 લાખની ખંડણી (Sabarmati Police PSI Bribe) માંગતા યુવકે ગ્રામ્યકોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.સી.સખિયા સમક્ષ ફરિયાદ કરી દીધી છે. આ કેસ કરી દેતા ઝોન 2ના ડી.સી.પીને યોગ્ય તપાસ કરી રીપોર્ટ રજૂ કરવા માટેના કોર્ટે આદેશ આપેલા છે.

આ પણ વાંચો: ખેડામાં દારૂના મામલે સરપંચના પતિની ધરપકડ

ખોટો કેસ કરવા ઘમકી: આ કેસની વધુ સુનાવણી તારીખ 2 જુલાઈના રોજ કરવામાં આવશે. સાબરમતીના કળી ગામે રહેતા દીપક નંદુભાઈ જાડેજાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ગત તારીખ 14 એપ્રિલના રોજ દીપકભાઈ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે સાબરમતી પોલીસની ટીમ ઘરે આવી હતી. કોન્સ્ટેબલ કમલેશ ચૌઘરી અને હિતેશ દેસાઈએ કહ્યું કે, PSI ભેટારિયા બોલાવે છે. દીપકભાઈ એમને મળવા માટે ગયા હતા. એ સમયે મહિલા PSIએ કહ્યું કે, દારૂનો ધંધો તમે બંધ કર્યો છે અને આવક અમારી ઘટી ગઈ છે. એ સમયે દીપકભાઈએ કહ્યું કે, દારૂનો ધંધો ઘણા સમયથી બંધ કર્યો છે. હવે જીવનભર આ ધંધો કરવાની કોઈ ઈચ્છા નથી. એ સમયે ઉશ્કેરાઈ ગયેલા મહિલા PSI ભેટારિયાએ બીજા પોલીસકર્મીને બોલાવી દારૂનો ખોટો કેસ કરવા ધમકી દીધી હતી. જે જોઈ પોલીસકર્મી પણ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો: કડોદરા પોલીસે બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો

ના પડતા પૂરી દીધા: આ કેસનો નીવેડો લાવવા માટે PSI ભેટારિયાએ રૂપિયા 5 લાખની રકમ માંગી હતી. જે ફરિયાદીએ આપવાની ના પાડી હતી. ના પાડતા એમને લોકઅપમાં બંધ કરી દેવાયા હતા. પછી પોલીસે મોડીરાત્રે કેસ પૂરો કરવા રૂપિયા 2 લાખની માંગ કરી હતી. પછી ફરિયાદીના માતા પિતાએ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી. પણ પોલીસે એમની કોઈ પ્રકારની ફરિયાદ ન લીધી. ફરિયાદી પર વિદેશી દારૂનો કેસ કરી દેવાયો હતો. પછી ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપતા બિનજામીન પાત્ર ગુનામાં બળજબરીથી જામીન આપી પોલીસ મથક થી છોડી મુક્યા હતા. આ મામલે ફરિયાદીએ કોર્ટમાં PSI બી.પી.ભેટારિયા, હિતેન્દ્રસિંઘ, મોગલભાઈ, ભરતસિંહ, જગદીશ વિનોદચંદ્ર, કમલેશ ચૌધરી, હિતેશ દેસાઈ, માવજી દેસાઈ, કમલેશ દેસાઈ અને ભાગ્યપાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ગ્રામ્યકોર્ટના જજે ઝોન 2ને તપાસ કરી રિપોર્ટ કરવા કર્યો આદેશ આપ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.