ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં 5 કોર્પોરેશન અને 2 જિલ્લામાં 14 કેસ નોંધાયા, 31 જિલ્લા અને 3 કોર્પોરેશઆ એક પણ કેસ નહીં - ગુજરાતમાં કોરોના

છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં આવી ગયું છે. રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે આવી ગયા છે. છેલ્લા 24 ક્લાકની વાત કરીએ તો છેલ્લા 24 ક્લાકમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/23-August-2021/12857151_thumbanil_3x2_corona.jpg

author img

By

Published : Aug 23, 2021, 10:22 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 14 પૉઝિટીવ કેસ નોંધાયા
  • 24 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 14 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 25 દર્દીઓએ કોરોના ને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પૉઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા અને રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં અને 2 જિલ્લા અમરેલી અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ સિંગલ ડિઝિટમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 03 પૉઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 07 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 5,01,845 રસીકરણ થયું
જ્યારે રાજ્યમાં આજે 23 ઓગષ્ટ ના રોજ 5,01,845 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,31,86,497 થઈ છે. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 2,64,887 નાગરિકને પ્રથમ ડોઝ અને 70,601 નાગરિકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.31 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઓગસ્ટ માસના 23 જ દિવસમાં રાજ્યમાં 1.18 કરોડથી વધુને ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 171 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 05 વેન્ટિલેટર પર અને 165 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,079 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,066 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.