- કુંભ મેળામાંથી લોકો પરત અમદાવાદ પહોંચ્યા
- ટ્રેન મારફતે પહોંચ્યા સાબરમતી રેલવે સ્ટેશન
- સ્ટેશને પર જ કરવામાં આવી તમામના કોરોના ટેસ્ટની વ્યવસ્થા
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાની પરિસ્થિતિ વિકરાળ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં કુંભ મેળાના આયોજનને લઈને માધ્યમોએ અને લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ મેળા દરમિયાન એક મહામંડલેશ્વરના કોરોનાથી મૃત્યુ બાદ કેટલાય સાધુઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા હતા ત્યારે દબાણ આવતા વડાપ્રધાને છેવટે કુંભને બંધ કરીને ફક્ત પ્રતીકાત્મક કુંભ રાખવા સંતોની અપીલ કરી હતી. જેને પરિણામે ઉતરાખંડના હરિદ્વારમાં કુંભમાં ગયેલા લોકો પરત ફરી રહ્યા છે.
આ પણ વાંચો: કુંભ મેળામાંથી રાજ્યમાં પરત આવતા લોકોને સીધો પ્રવેશ નહિ મળેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
ગુજરાત સરકારે કુંભમાંથી પરત ફરતા લોકોના ટેસ્ટિંગના આદેશ
ગુજરાત સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કુંભમાંથી પરત આવતા ગુજરાતીઓ સુપર સ્પ્રેડર્સ ન બને તે માટે તેમનો કોરોના ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. જે મુજબ આજે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નં.9032 યોગા નગરી ઋષિકેશ-અમદાવાદ બપોરે 04.19 કલાકે અમદાવાદના સાબરમતી સ્ટેશન પર આવી પહોંચી હતી. આ ટ્રેનના પેસેન્જરોનું રેપીડ કોરોના ટેસ્ટિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ કર્મચારીઓ દ્વારા 04.25 કલાકે શરૂ કરાયું હતું. જેમાં અંદાજે 600 જેટલા લોકોના ટેસ્ટ કરાશે. છેલ્લી માહિતી સુધીમાં 200 જેટલા લોકોના ટેસ્ટ પૂર્ણ થયા હતા. તેમાંથી 23 લોકો પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદીઓ હવેથી ગાડીમાંથી ઉતર્યા વિના જ RT-PCR ટેસ્ટ કરાવી શકશે
રિપોર્ટ કઢાવીને આવેલા લોકોને જવા દેવાયા
કોરોનાના રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં આઇસોલેશનમાં લઇ જવામાં આવ્યા હતા. ઉપરાંત જે લોકો ઉતરાખંડથી જ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લઈને આવ્યા હોય તેમને જવાની અનુમતિ આપવામાં આવી હતી.