અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. બે દિવસ પહેલાં ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેથી તેમની સાથેના તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમાનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ઈમરના ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સિવાય ડોક્ટર અને નર્સ પણ કોરોનાના સંક્રમણમાં આવી ચૂક્યાં છે.
જો કે સામન્ય રીતે કોરોના વાઇરસના લક્ષણો 5 થી 14 દિવસ દરમિયાન જોવા મળતાં હોય છે. જેથી હાલ તો ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ ભલે નેગેટિવ આવ્યો પરંતુ તેમને હજી તો 14 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે સાથે જ 5 થી 14 દિવસ બાદ અન્ય રિપોર્ટ કરાવવો પડશે ત્યારબાદ ખબર પડી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ વધુમાં જણાવ્યું હતુ કે ધારાસભ્ય અને કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સ્થિતિ સ્થિર છે. તેમના સંપર્ક આવેલા ગ્યાસુદ્દિન શેખનો કોરોના રિપોર્ટ હાલ નેગેટિવ આવ્યો છે. શૈલેષ પરમારનો હજુ સુધી રિપોર્ટ આવ્યાં નથી. ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 બીજા લોકોના કેસ પોઝિટિવ નોંધાયા છે. ગ્યાસુદ્દીન શેખે હાલ હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે.