ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના: ધોળકામાં 230, સાણંદમાં 151 સાથે કુલ 773 કેસ પોઝિટિવ

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 773 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

ETV BHARAT
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના: ધોળકામાં 230, સાણંદમાં 151 સાથે કુલ 773 કેસ પોઝિટિવ
author img

By

Published : Jun 26, 2020, 10:54 PM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 230 નોંધાયો છે, જ્યારે દસક્રોઈમાં 171 અને બાવળામાં 77 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં કરોનાના 22 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી હવે ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 151, ધંધુકા 25, વિરમગામ 78, બાવળા 77 અને માંડલ તાલુકામાં કોરોનાના 16 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાના કારણે 54 લોકએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.38 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગત 24 કલાકમાં 37,000 જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય, બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 230 અને સાણંદમાં 151 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે ૮૭,000 જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.