અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કોરોનાની અસર જોવા મળી છે. શહેરમાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે.
ત્યારે શહેરમાં નરોડા ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફાયરબ્રિગેડના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમના પરિવાર જનોને પણ ચેપ લાગ્યો હોવાની શંકાએ તેમના પરિવારને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે આ કર્મચારી સાથે કામ કરતા તમામને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેને લઈને સમગ્ર ફાયર સ્ટેશન સીલ કરી દેવામાં આવ્યું છે. આ કર્મચારીને કેવી રીતે કોરોનાનો ચેપ લાગ્યો તેની પણ તપાસ હાલ ચાલી રહી છે.