ETV Bharat / city

બોન્ડેડ ડૉક્ટર્સને આપવામાં આવી કોરોના ડ્યુટી, ફરજ પર હાજર નહી થાય તો થશે કાર્યવાહી

રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે અને દર્દીઓના વધારાને લઇને શહેર અને રાજયની મોટા ભાગની હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. આ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની અછત સર્જાઇ રહી છે. જેને લઇને રાજય સરકાર દ્વારા કોવિડની સ્થિતિને અનુલક્ષીને બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

doctor
બોન્ડેડ ડૉક્ટર્સને આપવામાં આવી કોરોના ડ્યુટી, ફરજ પર હાજર નહી થાય તો થશે કાર્યવાહી
author img

By

Published : Apr 26, 2021, 12:10 PM IST

  • તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
  • ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ઘટને લઇને લેવાયો નિર્ણય
  • રાજયની તમામ સરકારી હોસ્પિટલોંમાં બેડની સંખ્યા થઇ ફૂલ

અમદાવાદઃ ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને GMERS મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક ફરજ પર હાજર થવાનો આદેશ કર્યો છે.

ડૉક્ટર્સને હાજર થવા કરવામાં આવ્યો હુકમ

રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની GMERS મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : જી.જી હોસ્પિટલની બહાર ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો

માનવબળની જરૂર

રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે. તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે, આ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.

ડૉક્ટર્સ પર થઈ શકે છે કાર્યવાહી

રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26-04-2021 સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરઓને એપેડેમિક એક્ટની કલમ-3ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.