અમદાવાદઃ ઉત્તરાયણને હવે માત્ર 2 દિવસ બાકી (Uttarayan in Gujarat) છે. તેવામાં પતંગ બજારોમાં જોઈએ તેટલી ભીડ જોવા મળી નથી રહી. કારણ કે, આ વખતે પતંગ અને દોરીના વેચાણમાં 25 ટકાનો ઘટાડો (Decline in kite sales) જોવા મળ્યો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી (Corona cases increase in Gujarat) રહ્યા છે. બીજી તરફ પતંગ અને દોરીના ભાવમાં વધારો (Increase in the price of kite and rope) થયો છે. તેના કારણે પતંગ બજારોમાં ગ્રાહકોનો સન્નાટો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- જૂનાગઢમાં ઉતરાયણ વખતે પતંગ અને દોરીના ભાવમાં થયો 20થી 50 ટકા સુધીનો વધારો
સતત બીજા વર્ષે પતંગ બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું
પતંગના વેપારીઓના મતે, તેઓ જે ભાવે પતંગ-દોરી લાવ્યા છે. તે ભાવ પણ તેમને મળે તો તેઓ ખુશ થઈ જશે. જોકે, ગયા વર્ષે પણ કોરોનાના કારણે પતંગ-દોરીના બજારને ગ્રહણ લાગ્યું (Decline in kite sales) હતું અને વેચાણ ઘટ્યું હતું. તેવામાં આ વખતે સતત બીજા વર્ષે કોરોનાના કારણે પતંગ-દોરીની માગમાં ઘટાડો થયો છે. તેનું બીજું કારણ એ પણ છે કે, આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં 25 ટકાનો વધારો (Increase in the price of kite and rope) થયો છે.
આ પણ વાંચો- સુરતમાં એક બાળક પતંગ પકડવાં જતા પાંચમાં માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત
વેપારીઓ ઓર્ડર કરી રહ્યા છે રદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર મહિનાથી જ પતંગ-દોરીનું વેચાણ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે ગ્રાહકોએ ખરીદીમાં રસ ન દાખવતા પતંગ બજારો સુમસામ (Kite markets empty in Gujarat) ભાસી રહ્યા છે. તો જથ્થાબંધ વેપારીઓના મતે, જે વેપારીઓએ અગાઉ ઓર્ડર આપ્યા હતા. તેઓ કોરોના પ્રતિબંધોના કારણે ઓર્ડર રદ કરી રહ્યા છે.