ETV Bharat / city

કોરોના કાળમાં 'શરણમ્ ફાઉન્ડેશન' દ્વારા સતત સેવાકાર્ય ચાલુ

કોરોનાના કપરા કાળમાં સરકાર સિવાય બીજી ઘણી સામાજિક સંસ્થાઓ પણ સહાય માટે આગળ આવ્યા છે. અમદાવાદમાં શરણમ ફાઉન્ડેશન દ્વારા સોલા સિવિલ દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે.

xx
કોરોના કાળમાં 'શરણમ્ ફાઉન્ડેશન' દ્વારા સતત સેવાકાર્ય ચાલુ
author img

By

Published : Jun 8, 2021, 10:40 AM IST

  • શરણમ ફાઉન્ડેશન રોજ 200 ફૂડ પેકેટનું વિતરણ કરે છે
  • કોરોના કાળમાં સતત સેવા કરતુ ફાઉન્ડેશન
  • સોલા સિવિલના કોવિડ અને મ્યુકરમાયકોસીસના દર્દીઓને રાહત

અમદાવાદ: કોરોના (Corona) કાળમાં માનવીને હતાશા ઘેરી વળી છે. આંખોની સામે થતા આપ્તજનોના મૃત્યુ અને જરૂરીયાતની દવાઓના આકાશને અડતા ભાવથી માણસ નિરાશ થયો છે. આવા સમયે નાની સરખી મદદ પણ લોકોને ઊંડા દુઃખમાંથી બહાર લાવી શકે છે. અમદાવાદમાં શરણમ્ ફાઉન્ડેશન દ્વારા સોલો સિવિલ હોસ્પિટલમાં વિવિધ સહાય કાર્ય કરવામાં આવે છે.

સોલા સિવિલમાં દરરોજ તાજો નાસ્તો અપાય છે

શરણમ ફાઉન્ડેશનના મેમ્બર પલક પટેલ જણાવે છે કે, આ ફાઉન્ડેશન કોરોનાની પહેલી લહેરથી જ સતત લોકોની મદદ કરતુ આવ્યુ છે. કોરોનાની બીજી લહેરમાં પણ તે દર્દી નારાયણની સેવા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યું છે. શરણમ ફાઉન્ડેશનના 16 યુવાનોનું ગ્રુપ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દરરોજ સવારે પૌષ્ટિક નાસ્તો પુરી પાડી રહ્યું છે. દરરોજ 200 જેટલા ફૂડ પેકેટ તેઓ સોલા સિવિલમાં કોરોનાના દર્દીઓને પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો : વેરાવળમાં 108 એમ્બ્યુલન્સ જેવી સેવા આપશે ઓટો એમ્બ્યુલન્સ

નવી પહેલ

ઉપરાંત દર્દીઓ માનસિક રીતે પડી ન ભાંગે તે માટે તેમને વાંચન માટેના સારા પુસ્તકો અને મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. હવે તેઓએ આ કાર્ય મ્યુકરમાયકોસીસ વોર્ડમાં પણ ચાલુ કર્યું છે. અનેક સંસ્થાઓ પોતપોતાની રીતે દર્દી તેમજ દર્દીના સગાઓની સેવા કરી છે. પરંતુ શરણમ ફાઉન્ડેશનની સેવા હજુ પણ અવિરતરત પણે ચાલુ છે.

આ પણ વાંચો : સેવા હી સંગઠન કાર્યકર્મ અંતર્ગત કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.