અમદાવાદ : અમદાવાદ નજીક અને ગાંધીનગર જિલ્લામાં આવેલા થોળ પક્ષી અભ્યારણ્ય (Thol Bird Sanctuary Bus) જવા માટે બસ સેવા ચાલુ કરવામાં આવી છે. દર વર્ષે થોળ પક્ષી અભ્યારણ્યની લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. જે સંદ્રભે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તેના માટે આ બસ સેવા ચાલુ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસને લીલી (Thol Pakshi Abhyaran Bus) ઝંડી આપવામાં આવી છે. ઉલ્લ્ખનીય છે કે થોળ પક્ષી અભ્યારણ્યના પ્રવાસી માટે આ બસ સેવા ખુબ ઉપયોગી નિવડશે. આ ઉપરાંત મુખ્યપ્રધાનને વિકાસને લઈને સંરપચને પણ ટકોર કરી હતી.
પૈસાના કારણે ન વિકાસ અટકે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Thol) જણાવ્યું હતું કે, ગુજરાતે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અમદાવાદથી થોળ વચ્ચે વધુ એક પરિયોજના શરૂ કરવામાં આવી છે. થોળ ગામનો વિકાસ પૈસાના કારણે ના એટકે તેનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિકાસ માટે સરપંચને કરી ટકોર કરતા કહ્યું હતું કે, સરકારી કોઈ લાભથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગામના તળાવનો વિકાસ, ડ્રેનેજ અને RCC રોડ કામ બાકી છે તે જલ્દી પૂર્ણ કરવામાં આવે.
આ પણ વાંચો : Ahmedabad AMTS : લાલ દરવાજા ટર્મિનસમાં કેવો હશે હેરિટેજ લૂક જાણો
થોળમાં આખું કોર્પોરેશન - ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, આજ એવું લાગી રહ્યું છે કે, આખું કોર્પોરેશન થોળ ગામમાં આવ્યું છે. થોળ ગામએ અમદાવાદ ઔડામાં આવે છે. જેથી તેનો વિકાસ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર હેઠળ થાય છે. અમદાવાદથી થોળ વચ્ચેના (AMTS Bus Thol Bird Sanctuary) ગામ મીની અમદાવાદ બનશે. વધુ જણાવ્યું હતું કે થોળ અમદાવાદ શહેરથી નજીક આવેલું છે એટલે હવે થોળ વિકાસ ઝડપથી વધી રહ્યો છે. જેથી અમદાવાદથી થોળની વચ્ચે જેટલા ગામ આવે છે. તે બધા ગામનો વિકાસ એટલો થશે કે આગામી 5 વર્ષમાં દરેક ગામ મીની અમદાવાદ બનશે.
આ પણ વાંચો : Ahmedabad Municipal Transport Service: આગામી સમયમાં અમદાવાદના લોકો કરશે ઇલેક્ટ્રિક બસની સફર
બસના રૂટ - નીતિન પટેલ જણાવ્યું હતું કે થોળથી અમદાવાદ વચ્ચે AMTS શરૂ (Thol Pakshi Abhyaran) કરવાના પ્રયત્નો ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી. કારણે કે એસ.ટી.બસ દ્વારા NOC આપવામાં આવ્યું નહોતું. NOC મળતા જ આ બસનો (Thol AMTS Bus) સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 51 નંબરના રૂટની AMTSને લીલી (Thol Pakshi Abhyaran Bus) ઝંડી આપી છે. જે થોળથી રાચરડા, થલતેજ, નટરાજ સિનેમા, નહેરુબ્રિજથી લાલ દરવાજા પહોંચશે.