ETV Bharat / city

આણંદના વ્યક્તિએ વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કરી અરજી, મેડિક્લેમના પૈસા ચૂકવવા કર્યો આદેશ - Insurance company to pay medical claim

સામાન્ય રીતે લોકો પોતાની આવકમાંથી થોડો ભાગ મેડિક્લેમ માટે પૈસા ભરતા હોય છે, કારણ કે જરૂરિયાતના સમયે તે પૈસા કામ આવી શકાય, ત્યારે અમેરિકામાં રહેતા મૂળ આણંદના એક વ્યક્તિની પત્નીનું અકાળે મોત થતા ઇન્સ્યોરન્સ કંપનીએ વળતર આપવાની ના પાડી હતી, આથી કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને 3 લાખની મૂળ કિંમતની સાથે વ્યાજ, માનસિક ત્રાસ સહિત 5 લાખ ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો છે.

ગ્રાહક કોર્ટનો મેડિક્લેમના પૈસા ચૂકવવા કર્યો આદેશ

author img

By

Published : Aug 20, 2021, 5:13 PM IST

  • વીમા કંપનીને હોસ્પિટલનો ખર્ચ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
  • કંપનીને સંપૂર્ણ રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવી પડશે
  • રકમ સાથે અરજીના અને માનસિક ત્રાસના પણ 10,000 ચૂકવવા આદેશ

અમદાવાદ : લોકો પોતાની આવકનો એક ભાગ મેડિક્લેમ પાછળ રોકાણ કરતા હોય છે, જેથી જરૂરિયાતના સમયે સહાય મેળવી શકે, પરંતુ કેટલીક ઈનસ્યોરન્સ કંપની આવા મુશ્કેલ સમયે ગ્રાહકોની પુંજીથી તેમને સહાય કરવાને બદલે માત્ર પોતાના નફાને કેન્દ્રમાં રાખતી હોય છે. ગુજરાત કન્ઝ્યુમર કોર્ટે પોતાના એક આદેશથી આવા જ લોકોને પાઠ ભણાવ્યો છે. જેમાં ઇન્સ્યોરન્સ કંપનીએ કોર્ટના આદેશ બાદ હવે 3 લાખની મૂળ કિંમતની સાથે વ્યાજ, માનસિક ત્રાસ સહિત 5 લાખ ગ્રાહકને ચૂકવવા પડશે.

આ પણ વાંચો: ગ્રાહકને ડેમેજ ફોન પધરાવતા ડીલર અને શોરૂમ વેપારીઓને Consumer court દ્વારા દંડ ફટકારાયો

શું છે સમગ્ર મામલો ?

અમેરિકામાં રહેતા મૂળ આણંદના ભરત પટેલે તેમની પત્ની માટે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ કરાવ્યો હતો, જેથી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં તેમને સહાય મળી શકે. મેડિક્લેમ કરાવ્યાના ટૂંક સમય બાદ જ તેમના પત્ની બાથરૂમમાં લપસી જતા થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. આથી તેમના પતિ ભરતભાઈએ મેડિક્લેમ માટે અરજી કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીએ તેમની પત્નીને અગાઉથી હાઇપર ટેંશન હોવાનું જણાવી ક્લેઇમ ચૂકવવા ઇનકાર કર્યો હતો. આ સામે ભરતભાઈએ આણંદ ગ્રાહક કોર્ટમાં 2013માં ફરિયાદ કરી કરવા છતા કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો નહીં. તેથી તેઓ અમદાવાદની ગ્રાહક કોર્ટમાં અપીલ માટે અરજી કરી છે, હાલ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો: ગોળી મારી હત્યા થયેલી વ્યક્તિને આકસ્મિક ક્લેઇમની પોલિસીની રકમ ચૂકવવા કોર્ટનો આદેશ

શું કહે છે એડવોકેટ આનંદ પરીખ ?

ETV Bharat સાથે વાતચીત કરતા અરજદારના વકીલ આનંદ પરીખે જણાવ્યું હતું કે, તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, વ્યક્તિનું મૃત્યુ બાથરૂમમાં લપાસવાથી થયુ છે અને ભલે પછી વ્યક્તિને હાઇપર ટેંશન હોય કે ન હોય તેનાથી કોઈ ફેર પડતો નથી. બન્ને વસ્તુઓ જુદી જુદી હોવાથી કંપનીએ ક્લેમની રકમ ગ્રાહકને પાછી આપવી જોઈએ. આ સામે ગ્રાહક કોર્ટે અરજદારની માંગણીને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે અગાઉ આણંદ કોર્ટે કરેલા આદેશને રદ કર્યા હતો. વધુમાં વીમા કંપનીને હુકમ કર્યો હતો કે, તેમણે ફરિયાદીને હોસ્પિટલમાં થયેલા રૂપિયા 3 લાખ 26 હજાર 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાના રહેશે. આ સાથે અરજીના 5 હજાર અને માનસિક ત્રાસના 5 હજાર આદેશના 60 દિવસમાં ચૂકવી આપવાના રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.