ETV Bharat / city

ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ, કોંગ્રેસે સંવેદનહીન સરકારના નામે નોંધાવ્યો વિરોધ

author img

By

Published : Aug 2, 2021, 2:16 PM IST

ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બીજા દિવસે આજે ગુજરાત સરકાર દ્વારા સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેને સમાંતર ગુજરાત કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકારના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર
ગુજરાત સરકાર
  • ગુજરાત સરકારના સંવેદના દિવસને પડકાર્યો કોંગ્રેસે સંવેદનાહીન સરકાર તરીકે
  • અમદાવાદ સીવીલ હોસ્પિટલ બહાર નોંધાવ્યો કોંગ્રેસે વિરોધ
  • કોરોના કાળમાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે જેના સુત્રોચ્ચારો સાથે નોંધાવ્યો વિરોધ

અમદાવાદ: ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સંવેદના દિવસને લઈને ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંવેદનહીન સરકારના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે બેનર દ્વારા વિરોધ દરમિયાન જણાવ્યું કે, કોરોનાકાળમાં કયા પ્રકારે લોકો હેરાન થયા હતા દર્દીઓને રિક્ષામાં દરબદર ભટકવું પડયું હતું. બીજી તરફ સ્મશાન ગૃહમાં મૃત્યુની લાંબી કતારો લાગી ગઇ હતી જેને લઇને કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજે કોંગ્રેસે સંવેદનહીન સરકારના નામે વિરોધ નોંધાવ્યો હતો.

કોવિડમાં ગુજરાતે માતમ મનાવ્યો પરંતુ સરકાર ઉજવણી કરે છે- કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગુજરાતમાં માતમ ભાજપ અડીખમ, દયાહીન ભાજપ સરકાર બરબાદ અનેક પરિવાર જેવા નારાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના ઇન્ચાર્જ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા સંવેદનહીન સરકાર ના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ આરોગ્ય બચાવો અભિયાન કરી રહ્યું છે ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્રની ભારત સરકાર હોય તેઓને માત્ર જુઠાણા સિવાય અન્ય કોઈ બાબત પચતી નથી આ દેશની પ્રજા પણ હવે ભાજપની સરકારને જાણી ચૂકી છે.

આ પણ વાંચો: વડોદરામાં AAP દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદશન, પોલીસે કરી અટકાયત

હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 108ની લાંબી કતારો લાગતી હતી

આજે અમે તમામ કાર્યકરો અને આગેવાનો અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર ઊભા છીએ રહ્યા છે. કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર વગર અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ. તમામના હાથમાં અલગ-અલગ સુત્રોના બેનરો અને પોસ્ટર રહેલા છે. કારણ કે, અમારે કોઇ પણ પ્રકારમાં હોસ્પિટલમાં રહેલા દર્દીઓને હાલાકી ન પડે તેની સતત ચિંતા કરવી જરૂરી છે. આજ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 108ની લાંબી કતારો લાગતી હતી કોવિડ ગ્રસ્ત દર્દીઓને દરબદર ભટકવું પડતું હતુ, ત્યારે ગુજરાત સરકાર સંવેદનશીલ સરકારની જગ્યાએ હવે સંવેદનહીન સરકાર બની ગઈ છે. ગુજરાત સરકારી તાઈફા કરવાની જગ્યાએ આરોગ્યમાં વધુ સુલભ વ્યવસ્થાઓ કયા પ્રકારે ઊભી થઈ શકે તે દિશામાં વિચારવું જોઈએ છે. જોકે, હવે ગુજરાતની જનતા સારી રીતે સરકારની ઓળખી ગઈ છે.

ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ, કોંગ્રેસે સંવેદનહીન સરકારના નામે નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો: Hardik Patel આજે ફરી વિરોધ પ્રદર્શનમાં ગેરહાજર, અગાઉ પણ રહ્યાં હતાં ગેરહાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.