ETV Bharat / city

Congress proposals in the AMC budget : અમદાવાદ કોર્પોરેશનના બજેટમાં કોંગ્રેસે પોતાની સુધારા દરખાસ્તો મૂકી - Ahmedabad Mayor Kirit Parmar

અમદાવાદ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં વિરોધ પક્ષે સુધારા સાથે બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષ કોંગ્રેસે બજેટ દરખાસ્તોને લઇ વીએસ, એએમટીએસ સહિત કયો વધારાનો (Congress proposals in the AMC budget) અંદાજ મૂક્યો તે જાણો.

Congress proposals in the AMC budget : અમદાવાદ કોપોરેશનના બજેટમાં કોંગ્રેસે પોતાની સુધારા દરખાસ્તો મૂકી

author img

By

Published : Feb 19, 2022, 7:43 PM IST

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનના વાર્ષિક બજેટમાં (Ahmedabad corporation Budget 2022-23) વિરોધ પક્ષે (Congress proposals in the AMC budget)પોતાના સુધારા સાથે શિક્ષણ, એમ.જે.લાઇબ્રેરી, વી.એસ.હોસ્પિટલ, ટ્રાન્સપોર્ટ સર્વિસના બજેટમાં સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું હતું .જ્યારે અમદાવાદના મેયર કિરીટ પરમારે (Ahmedabad Mayor Kirit Parmar ) જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશનના 2022-23ના સત્રમાં ચાર બોર્ડ પર ચર્ચા કરવામાં આવી. જેમાં શિક્ષણ, વી.એસ.હોસ્પિટલ, એમ. જે. લાઇબ્રેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન પર વિગતવાર ઢબે ચર્ચા કરવામાં આવી. અમદાવાદનો (Ahmedabad corporation Budget 2022-23 ) સર્વાંગી વિકાસ કરવામાં આવે તે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

મેયરનો દાવો સર્વાંગી વિકાસનો તો વિરોધ પક્ષનો આક્ષેપ કોઇ કામ નહીં થવાનો

દરિયાપુરના કોર્પોરેટર શેખ સમીરા માટે સંવેદના

વી.એસ.હોસ્પિટલના ડોક્ટર ધર્મ આધારિત સેવા કરતા નથી. ત્યારે બહેનના માતાનું અવસાન થયું તેમની સાથે અમારી સંવેદના છે. એ કોર્પોરેટર નહીં પણ કોઈ જનતાની સાથે પણ ન થવું જોઈએ. અમે આની તપાસ કરીશું અને જે તે ડોક્ટર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

વિરોધ પક્ષ નેતાના આક્ષેપ

વિરોધ પક્ષના નેતા શહેઝાદ પઠાણે (AMC Opposition Leader Shehzad Pathan) ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારે બે વર્ષ પહેલાં આ વી.એસ.હોસ્પિટલ બંધ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસ વિરોધ કરી ચાલુ રખાવી હતી. ભાજપ સરકારે AMTS બસ લાલ રંગની હતી. જે કેસરી બસ કરી નાખી છે. ભાજપ માત્ર ગુલાબી વચન જ આપે છે. આમાંથી કોઈ પણ કામ થશે નહીં એવો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.

વિરોધ પક્ષ દ્વારા શિક્ષણમાં 41 કરોડ વધારાનો ઠરાવ

અમદાવાદ કોર્પોરેશનની શાળામાં બાળકોનું ભવિષ્ય જોખમાય નહીં તે માટે સારી ગુણવત્તાવાળો મોબાઈલ ફોન અને સારી ઇન્ટરનેટની સુવિધા સાથે સ્માર્ટફોન આપવા માટે 20 કરોડ ફાળવવામાં આવે. આ ઉપરાંત શાળામાં ભણતા બાળકો મ્યુનિસિપલની શાળામાં અભ્યાસ કરે છે. તેની ઓળખ માટે કોર્પોરેશનનો લોગો અને ઓળખ માટે આઈકાર્ડ માટે 1 કરોડ ફળવવામાં આવે.400 પૂર્વ પ્રાથમિક વર્ગો શરૂ કરવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવે.શાળાના સ્વચ્છતા માટે સફાઈ કામદારોને માસિક વેતન 1400 વધારીને 6000 આપવામાં આવે. અમદાવાદ કોર્પોરેશની શાળામાં બાળકો માટે રમતગમતના સાધનો વસાવવા શાળાઓમાં પીટી શિક્ષક અને ટ્રેનરની નિમણુક માટે 5 કરોડ ફાળવવામાં આવે. કોર્પોરેશનની શાળામાં કોપ્યુટર લેબ,પ્રયોગશાળા અને લાયબ્રેરીની સુવિધા માટે 5 કરોડ ફાળવવામાં આવે. કોર્પોરેશનની શાળાની રીપેરીંગ માટે 2 કરોડ ફળવવામાં આવે. શાળાની સિકયુરિટી ગાર્ડને માસિક વેતન 2200 આપવામાં આવે છે જેને વધારીને 6000 આપવામાં આવે અને બાળકોની સલામતી માટે 2 કરોડ (Congress proposals in the AMC budget) ફાળવવામાં આવે.

શેઠ મા.જે.પુસ્તકાલય માટે 63 કરોડના વધારાની માગણી

ઉચ્ચ શિક્ષણ માટે અલગ અલગ વિભાગ શરૂ કરવા માટે 5 લાખ ફાળવવામાં આવે. યુવા વર્ગમાં ચારિત્રતાનું ઘડતર થાય તે માટે નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા, જીવન ચિત્રોનું પ્રદર્શન માટે 5 લાખ ફાળવવામાં આવે.નોલેજ સેન્ટર બનાવવા માટે 5 લાખ ફાળવવામાં આવે. સાઇબર ક્રાઇમ માહિતી ધરાવતા વિવિધ પુસ્તકો ખરીદવા માટે 3 લાખ ફાળવવામાં આવે.શહેરના વૃદ્ધો અને અશક્ત લોકો માટે મોબાઈલ પુસ્તકાલય માટે 10 લાખ ફાળવવામાં આવે. ગીચ વિસ્તારમાં ફરતું પુસ્તકાલય ચાલુ કરવા માટે 20 લાખ ફાળવવામાં આવે. સ્ટાફના અભાવે લાઇબ્રેરી બંધ છે. તે કાયમી ખાલી જગ્યા ભરવામાં આવે અને લાઇબ્રેરીમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 10 લાખ ફાળવવાની (Congress proposals in the AMC budget)દરખાસ્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ AMC School Board Budget 2022-23: AMCની શાળાઓમાં 5 હજાર બાળકોને અપાશે સ્માર્ટફોન, 893 કરોડનું બજેટ રજૂ કરાયું

વી. એસ. હોસ્પિટલ ,ચિનાઈ પ્રસૂતિગૃહ અને કે.એમ.સ્કુલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન અને રિચર્સ માટે 17 કરોડની માગણી

ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના હિત (Hospitals of Ahmedabad Corporation) માટે વી.એસ.હોસ્પિટલમાં 500 બેડની જગ્યા એ મૂળ વી.એસ.હોસ્પિટલની અગાઉ 1200 બેડની સુપર સ્પેશિયાલિસ્ટી સગવડ યથાવત રાખવા માટે 10 કરોડ ફાળવવામાં આવે. લેબોરેટરી અદ્યતન બનાવવામાં માટે અને સાધનો ખરીદવા માટે 2 કરોડ ફાળવવામાં આવે. દર્દીના સગાં માટે હોસ્પિટલ કમાઉન્ડમાં ગંદકી દૂર કરી શેડ બાંધવામાં આવે તેના માટે 1 કરોડ ફાળવવામાં આવે. અદ્યતન કોમ્પ્યુટર સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવે તેના માટે 2 કરોડ ફાળવવામાં આવે. વી.એસ.હોસ્પિટલમાં સ્કીમ બેન્ક વિકસાવવા 2 કરોડ ફાળવવામાં (Congress proposals in the AMC budget) આવે તેવી દરખાસ્ત કરવામાં આવી હતી.

ટ્રાન્સપોર્ટ સેવા માટે 616 કરોડની દરખાસ્ત મૂકી

ટ્રાન્સપોર્ટ સેવામાં વધારો કરવા માટે 616 કરોડ ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં ટેક્નિકલ જાણકારી ધરાવતા કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણુક કરવામાં આવે. બસ ટર્મિનસ ઉપર જ કેબિન મેનેજર રાખવામાં આવે. અમદાવાદ શહેરમાં પરિવહન સેવા વ્યાપ વધારવા માટે 300 નવી બસ (Proposal for AMTS in the budget) ખરીદવામાં આવે. શહેરના કોટ વિસ્તારમાં મીની બસ ચાલુ કરવામાં આવે. જી.પી.એસ.સિસ્ટમ ઝડપથી કાર્યરત કરવામાં આવે. બસના રૂટ દૂરથી દેખાય તે માટે આગળ અને પાછળ એલ.ઇ.ડી.ડિસ્પેલ ફરજિયાત લગાવવામાં આવે તેવી(Congress proposals in the AMC budget) દરખાસ્તો કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ AMC Layoffs medical employees : વધુ 1104 કર્મીની છટણી થઇ, આરોગ્યભવન ખાતે વિરોધ પ્રદર્શન થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.