અમદાવાદઃ તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા સાંસદ અને બિહારના પ્રભારી નેતા શક્તિસિંહ ગોહિલ હોમ કવૉરેન્ટાઈન થયાં છે. રાજ્યસભાની ચૂંટણી વખતે તેઓ ભરતસિંહ સોલંકીના નજીકના સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ એક જ કારમાં ગાંધીનગર ફર્યા હતા. જેને પગલે શક્તિસિંહ ગોહિલે ભારત સરકારની ગાઈડલાઈન્સ મુજબ જાતે જ નિર્ણય લીધો છે કે હું હોમ કવૉરેન્ટાઈન થઈ રહ્યો છું. મે બિહાર-પટનાનો પ્રવાસ રદ કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હું એકદમ સ્વસ્થ છું, મને કોઈ જ લક્ષણો નથી. પરંતુ આપણે ભરતસિંહ સોલંકીને શુભેચ્છા આપીએ કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય અને લોકોની સેવા કરવા પાછા આવી જાય. મેં પણ મોબાઈલ પર તેમની સાથે વાત કરી છે, અને તેમની તબિયત અંગે પૃચ્છા કરી હતી. તેઓ સ્વસ્થ છે.
ભરતસિંહના સંપર્કમાં આવતાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ હોમ કવૉરેન્ટાઈન થયાં - કોરોના
કોંગ્રેસના સીનીયર નેતા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ આવ્યાં છે, જેને પગલે રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈને આવેલા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં હોમ કવૉરેન્ટાઈન થયાં છે. તેમણે બિહાર પ્રવાસ રદ કર્યો છે.