- સૌથી વધુ પ્રદૂષણ નગરપાલિકાની ગાડીનું : મનીષ દોશી
- સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાનો આક્ષેપ
- સ્વરોજગાર માટે વાહન ચલાવતા લોકોને લાભ આપવાની કોંગ્રેસની માગ
અમદાવાદ: કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદમાં અંદાજે 250 BRTS અને 700 AMTS ડીઝલ પર ચાલે છે. તેવી જ રીતે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો 9 લાખ કિમી કરતા વધુ ફરી હોવાથી પ્રદૂષણ પણ વધારે ફેલાય છે. ત્યારે કોંગ્રેસે માગ કરી છે કે, સરકારી ખાતામાં ચાલતા વાહનો અંગે સરકાર પગલાં લે અને સ્વરોજગારી માટે નાના વાહન ચલાવતા લોકોને સરકાર કોઈ લાભ આપે. ત્યારે ભારે અને કોમર્શિયલ વાહનોને CNG કરવા માટે પણ માગ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વ્હિકલ એસો. દ્વારા પણ કરાઈ શકે છે વિરોધ
મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે સરકાર વાહનો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે સબસિડીમાં રાહત આપવી જોઈએ. જ્યારે કોંગ્રેસ દ્વારા સ્ક્રેપ્ત પોલિસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આગામી સમયમાં મોટર વ્હિકલ એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.