- ગુજરાતમાં પ્રથમ વખત આ થેરેપીનો ઉપયોગ કરનારી હોસ્પિટલમાં અમદાવાદ સિવિલનો સમાવેશ થયો
- કોકટેલ સારવારની ભલામણ શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવે છે
- કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાન પુરુષોમાં મૃત્યુ દર ઊંચો વધારે જોવા મળ્યો
અમદાવાદ: રાજયમાં પહેલી વખત કોવિડ-19 સારવાર દરમિયાન મોનોક્લોનલ એન્ટીબોડી(monoclonal antibody) થેરાપીનો ઉપયોગ કરાયો હતો. જે સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, ગુજરાતમાં પ્રથમ વખત આ થેરેપીનો ઉપયોગ કરનારી હોસ્પિટલમાં અમદાવાદ સિવિલનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના દર્દીઓની સારવારમાં પ્રથમ વખત antibody cocktail injection નો કરાયો ઉપયોગ
કોરોનાના હળવા લક્ષણ ધરાવતા હોય તેવા દર્દીઓને મોનોક્લોનલ એન્ટીબોડી સારવાર આપવામાં આવી
કોવિડ 19ના માઈલ્ડ દર્દીઓ કે જેમને સારવારની જરૂર હોય તેવા દર્દીઓને monoclonal antibodies પ્રારંભ સિમ્સ હોસ્પિટલ દ્વારા ગયા અઠવાડિયે જ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, 38 વર્ષના ડાયાબિટીસના પુરુષ દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં કોરોનાના હળવા લક્ષણ ધરાવતા હોય તેવા દર્દીઓને મોનોક્લોનલ એન્ટીબોડી(monoclonal antibodies cocktail) સારવાર આપવામાં આવી હતી. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન દ્વારા સારવાર આપવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના દર્દીઓમાં વધારો, સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ
વર્ષ 2020માં કોકટેલની સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી
સિમ્સ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કોકટેલ સારવારની ભલામણ ભારે જોખમ ધરાવતા દર્દીઓ માટે કોરોનાના ચેપ લાગ્યાના શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવે છે. વર્ષ 2020માં કોકટેલની સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી અને તે અંગે ડોક્ટર દ્વારા માહિતી પણ આપવામાં આવી હતી કે દર્દીઓને કોમ્બિનેશન મેડિટેશનથી આ સારવાર કરી છે જે દર્દી અને ડાયાબિટીસ હોય અને તે ભારે જોખમ ધરાવતા જૂથમાં સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાન પુરુષોમાં મૃત્યુ દર ઊંચો વધારે જોવા મળ્યો હતો. મોનોક્લોનોલ એન્ટિબોડીઝ વિસ્તારમાં કોરોનાનો ચેપ લાગ્યાના શરૂઆતના તબક્કામાં હળવા લક્ષણો ધરાવતાં આ ઓક્સિજનની જરૂર ન હોય તેવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે.