કૉક્લિયર ઇમપ્લાન્ટની શોધે છેલ્લા એક દાયકામાં સાઉન્ડ અને સંગીતની ભેટ લાખોની જિંદગીમાં લાવી છે. આ પાંચમી આવૃત્તિનું આયોજન ડૉ. નીરજ સુરી અને ડૉ. નીના ભેલોડિયા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસની ઇવેન્ટ સંચિત જ્ઞાન અને રચનાત્મક વાર્તાલાપ સાથે કૉક્લિયર કોન્ફરન્સમાં જે બાળકો સાંભળી નથી શકતા તેમને જીવન આપવા વિશેની ચર્ચા કરવામાં આવી હતી.
પાંચમી આવૃત્તિના આયોજન ડૉ. નીના ભેલોડિયાએ જણાવ્યું હતું કે, કૉક્લિયર ઇમપ્લાન્ટએ જીવનની ચમત્કારક શસ્ત્રક્રિયા છે. જેની મદદથી બાળકોને જે જન્મથી સાંભળી અને બોલી શકતા નથી હવે તેઓ સાંભળી શકે છે અને બોલી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ મૂલ્યાંકન, અદ્યતન સર્જરી પછી નિયમિત ભાષણ ઉપચારનો સમાવેશ થાય છે.