- રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પત્ની સાથે મુખ્યપ્રધાને આરતી ઉતારી
- ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી ગુજરાત કોરોનામુક્ત બને:CM વિજય રૂપાણી
- લોકોને ઘરે બેઠા રથયાત્રા નિહાળવા અને ભગવાનના દર્શન કરવા અપીલ કરી
અમદાવાદ : ગુજરાતના સીએમ રૂપાણી (CM Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથ રથ યાત્રા( RathYatra) ની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા ની વિગતો મેળવી હતી.
ભગવાન જગન્નાથના આશીર્વાદથી આજે ગુજરાત સમૃદ્ધ
આ ઉપરાંત મંદિરમાં આરતી બાદ તેમણે કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરી છે કે, ગુજરાત કોરોના મુક્ત બને અને ભગવાન જગન્નાથના આશીર્વાદથી આજે ગુજરાત સમૃદ્ધ છે. આ વખતે કોરોનાના કારણે યાત્રામાં પ્રતિબંધ લાદવામાં આવ્યા છે પરંતુ રથયાત્રાની પરંપરા જળવાય એટલે રથયાત્રા નીકળશે. લોકોને અપીલ છે ટેલિવિઝનના માધ્યમથી લોકો ભગવાન દર્શન કરે. આ વખતે ભીડ ભેગી નહીં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, સૌ સહકાર આપે તેવી આશા છે.
આ પણ વાંચો : 144th Rathyatra: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપ્યો ભેટમાં
આ વખતની રથયાત્રા અલગ છે
તો આ સાથે રથયાત્રાને લઈને મુખ્યપ્રધાને અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણ ના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.
આ પણ વાંચો : Jagannath Rath Yatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રાનો સંપૂર્ણ પ્લાન તૈયાર