ETV Bharat / city

રાજ્યમાં હવે ટ્રસ્ટોની કામગીરી થશે સરળ, સરકારે કર્યો નવો નિર્ણય - Charity Bhavan to start at various districts

રાજ્યમાં તમામ ટ્રસ્ટોની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે મુખ્યપ્રધાને એક નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના 8 જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત (Khatmuhurt of the charity building) કર્યું હતું. આ તમામ જિલ્લાઓમાં 22 કરોડ રૂપિયાના ખર્ચે ચેરિટી ભવન તૈયારી કરાશે.

રાજ્યમાં હવે ટ્રસ્ટોની કામગીરી થશે સરળ, સરકારે કર્યો નવો નિર્ણય

author img

By

Published : May 25, 2022, 2:37 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં તમામ જિલ્લાઓ અને તાલુકામાં આવેલા ટ્રસ્ટને મદદ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ટ્રસ્ટોની કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના 8 જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તમામ જિલ્લામાં નવનિર્માણ થનારા આ ચેરિટી ભવન (Charity Bhavan to start at various districts) કુલ 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

8 જિલ્લામાં બનશે ચેરિટી ભવન
8 જિલ્લામાં બનશે ચેરિટી ભવન

આ જિલ્લામાં બનશે ચેરિટી ભવન - આ નવા ચેરિટી કચેરી ભવનો ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં નિર્માણ પામશે. મુખ્યપ્રધાને રાજ્યના ચેરિટી તંત્રને 4 કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની (Charity mechanism document digitization) કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ આપ્યા હતા.

ડિજિટલ ઈન્ડિયામાં ચેરિટી તંત્રનું યોગદાન - આ રેકર્ડનું ડિજિટલાઈઝેશન (Charity mechanism document digitization) થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ડિજિટલ ઈન્ડીયાના સંકલ્પને (Digital India resolution) પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની તેમણે સરાહના કરી હતી.

આ પણ વાંચો- દેશ વિદેશના પ્રવાસીઓને ગીર સુધી ખેંચી લાવશે આ પ્રોજેક્ટ, PM મોદીનું સપનું થશે સાકાર

ટ્રસ્ટના કામ થશે સરળ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના (Charity Bhavan to start at various districts) નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ (Khatmuhurt of the charity building) છે. રાજ્યમાં નોંધાયેલા 3.5 લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે.

આ પણ વાંચો- ડ્રાઇવિંગ સ્કૂલને રોડ સેફટીના કાર્યમાં સામેલ કરો તો દેશમાં એક્સિડન્ટ રેટ 00 ટકા થશે : ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશન

લોકોની મુશ્કેલીનું આવશે નિવારણ - મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના (Khatmuhurt of the charity building) ભવનોના કારણે લિટિગન્સને સરળતાથી ન્યાય મળશે. આ ઉપરાંત આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.

મહેસુલ પ્રધાને શું કહ્યું જૂઓ - કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય. તેમ જ વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરિટી તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ 8 જિલ્લાઓમાં ચેરિટી કચેરીઓના નવા ભવનનું (Charity Bhavan to start at various districts) ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.