- અમદાવાદ સિવિલમાં કોવિડના દર્દીઓના સામાન અંગે અલાયદી વ્યવસ્થા
- કોરોનાગ્રસ્ત દર્દી ચીજવસ્તુઓ ભૂલી જાય તો બનાવવામાં આવ્યો હતો લોકઅપ રૂમ
- કોવિડ19માં મૃત્યુ પામનાર દર્દીના સોનાચાંદી અને મોબાઈલ ચોરીની બે અલગ અલગ ઘટના
અમદાવાદઃ રાજ્યમાં કોવિડ19માં અનેક લોકો સપડાયાં હતાં. રાજ્યમાં બીજી લહેરમાં ઓક્સિજન અછત સર્જાઈ હતી, બેડ હાઉસફૂલ થઈ જવા, 108 એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગવી સહિત અનેક વસ્તુઓને લઈ લોકો દરબદર ભટકી રહ્યાં હતાં. ત્યારે અનેક વખતોવખત મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કોવિડ19માં મૃત્યુ પામનારા દર્દીઓના સામાનને લઈને સિવિલ હોસ્પિટલ મેડિસિટી કેમ્પસમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં ખાસ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે... કોવિડ19 પોઝિટિવ થનાર દર્દી દાખલ થાય ત્યારે તેમના પરિવારજન પાસે દર્દીના કિંમતી ચીજવસ્તુઓ પરિવારને પરત આપી ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. જોકે અમુક કિસ્સામાં સોનાચાંદી નીકળી શકે તેમ ન હોય તેવા દર્દી આવે ત્યારથી લઈ ડિસ્ચાર્જ થાય ત્યાંથી તેઓના સામાનની દેખરેખ રાખવાની અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
કોવિડ19 પોઝિટિવ દર્દી દાખલ થાય ત્યારથી ડિસ્ચાર્જ અથવા મૃત્યુ થાય ત્યાં સુધી કેવી થાય છે તેમના સામાનની અલાયદી વ્યવસ્થા
કોવિડ19 પોઝિટિવ દર્દી સિવિલમાં 1200 બેડમાં દાખલ થવા આવે ત્યારે પરિવારજનની હાજરીમાં દર્દીનું એડમિશન કાર્ડ બનતું હોય છે. જેને બીજી ભાષામાં દર્દી દાખલ થાય ત્યારે તેની નોંધણી કરવામાં આવતી હોય છે.. આ નોંધણી થયા બાદ તે દર્દી વોર્ડ તરફ મોકલવામાં આવે છે. પરંતુ આ પહેલા એક બીજી પ્રક્રિયા થતી હોય છે.. જેમાં દર્દીના પરિવારજનને દર્દી સાથે કિંમતી સામાન ન લઈ જવા વિનંતી કરવામાં આવતી હોય છે. તેમ છતાં દર્દી પાસે રહેલ કિંમતી સામાન જેમકે સોનાચાંદી, રોકડ રકમ, અથવા મોબાઈલ ફોન પરિવારજનને પરત આપીને બાદમાં દાખલ કરવામાં આવતાં હતાં. કેટલાક કિસ્સામાં દર્દી પાસે રહેલા ઘરેણાં નીકળે તેમ ન હોય તો ફોર્મમાં તેની નોંધણી કરવામાં આવતી હતી. આ પક્રિયા પરિવારજનની જ હાજરીમાં નોંધણી બુકમાં ચીજવસ્તુઓ સહિત મોબાઈલ જેવી અનેક બાબતની નોંધણી કરી દેવામાં આવતી હોય છે. ત્યારબાદ દર્દીને વોર્ડમાં મોકલવામાં આવતા હોય છે.
દર્દી ડિસ્ચાર્જ થાય અથવા મૃત્યુ થાય ત્યારે તેઓના સામાન શું થાય?
દર્દીના ડિસ્ચાર્જ સમયે તેઓના નોંધણી બુકમાં રહેલા સામાન તપાસ કરવામાં આવતી હોય છે. જો.કે દર્દીનું મૃત્યુ થાય અને તે સમયે દર્દીના પરિવારજનોને સામાન લેવાનું રહી જાય અથવા ભૂલી જાય તેવા કિસ્સામાં તેઓને સામાન અંગે ફોન કરી તેઓનો સંપર્ક કરવામાં આવતો હોય છે. તેમ છતાં ન આવે તો તે ચીજવસ્તુઓ અંગે અલાયદી વ્યવસ્થા કરી નામ અને અન્ય બાબતની નોંધણી કરી લોકઅપ રૂમમાં મૂકી દેવામાં આવે છે.
કોવિડ19માં મૃત્યુ પામેલા દર્દીના સામાનનું શું કરવામાં આવે?
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો રાકેશ જોશીના જણાવ્યા મુજબ ઘણી વખત દર્દીઓના મૃત્યુ બાદ તેમના પરિવારજનો આઘાતમાં પોતાના દર્દી પાસે રહેલા સામાનને ભૂલી જતા હોય છે. જેમાં કીમતી ઘરેણાં અથવા ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ ભૂલી જાય છે. તો હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે-તે દર્દીના નામ નંબર સહિત અન્ય બેચ માર્ક લખી લોકઅપ બનાવવામાં આવ્યો હતો તેમાં મૂકી દેવામાં આવતો હતો. ત્યારબાદ દર્દીના સગાસંબંધીનો સંપર્ક કરી તેમને દર્દીના દાખલ સમયે નોંધણીપત્રકની વિગતોની ચકાસણી કર્યા બાદ સુપરત કરવાની કામગીરી કરવામાં આવતી હતી.
જ્યારે કોવિડ19માં દર્દી દાખલ થતો હોય ત્યારે તેને ચીજવસ્તુઓ અંગે જાણકારી આપવામાં આવતી હતી. તેમ છતાં તેઓ પોતાનો સામાન ભૂલી જાય છે તો થોડાદિવસ લોકઅપ રૂમમાં મૂકી રાખવામાં આવતો હતો ત્યારબાદ પણ તેઓનો સંપર્ક ન થાય અથવા પરિવારજનો ચીજવસ્તુઓ લેવા ન આવે તેવા કિસ્સામાં પોલીસને જાણ કરવામાં આવતી હતી. પોલીસ, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિત જવાબદાર અધિકારીઓની હાજરીમાં પોલીસને તે ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, ઘરેણાં, રોકડ અથવા અન્ય વસ્તુઓ સોંપવામાં આવતી હતી..
થોડા સમય પહેલાં મૃત્યુ પામેલાં કોવિડના દર્દીઓનો સામાન ચોરી કરતો શખ્સ ઝડપાયો હતો
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર માટે આવતાં હતાં ત્યારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ19 હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થાય ત્યારબાદ તેઓના ઘરેણાં ચોરી થઈ જવાની ઘટનાની ફરિયાદ ઉઠતા સિવિલ તંત્ર અને પોલીસ સઘન રીતે તપાસ કરતી હતી. ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી કે ડેડબોડી વિભાગમાં કામ કરતો એક ઈસમ કોવિડ19માં મૃત્યુ પામનાર દર્દીઓના ઘરેણાં સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી રહ્યો છે. જેને લઈ પોલીસે બાતમીના આધારે આરોપી જેવો સિવિલમાંથી ઘરે જવા નીકળ્યો ત્યાં જ પોલીસે તેને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં સઘન પૂછપરછના અંતે તેણે ગુનો કર્યો હોવાનું કબૂલ્યું હતું. તો બીજી તરફ PPE કીટ પહેરી રાત્રી દરમિયાન સૂતાં દર્દીઓના મોબાઈલ ચોરી કરતો શખ્સ રંગેહાથ ઝડપાઇ જતા પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોના દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરનાર ચોર ઝડપાયો
આ પણ વાંચોઃ સરકારે ગૃહમાં પુરા પાડેલા કોરોના મૃતકોના આંકડામાં વિસંગતતા : કોંગ્રેસ