છોટુ વસાવાએ ETV ભારત સાથેની Exclusieve વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ ચોર છે. આ માટે BTP એકલા હાથે લડી રહી છે.
હાલ છોટુ વસાવા ઝગડીયાના ધારાસભ્ય છે. જેઓ BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. છોટુ વસાવાની આદિવાસી લોકોમાં સારી એવી પકડ છે. 2017માં છોટુ વસાવાની પાર્ટીએ 2 બેઠક જીતી હતી. આ ઉપરાંત રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પણ છોટુ વસાવાની પાર્ટી BTPએ 2 બેઠક જીતી હતી.