ETV Bharat / city

Zika Virus: કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા, જાણો શું છે ઝીકા વાઈરસના લક્ષણો?

author img

By

Published : Jul 9, 2021, 7:39 PM IST

કોરોના વાઈરસ બાદ હેવે ઝીકા વાઈરસ ( Zika virus )ની એન્ટ્રી થઈ છે. કેરળ રાજ્યમાં ઝીકા વાઈરસનો કેસ સામે આવ્યો છે. જોકે, આ ઝીકા વાઈરસ આપણા માટે નવો વાઈરસ નથી. આ વાઈરસનો પ્રથમકેસ 2016માં સામે આવ્યો હતો. ત્યારે આ ઝીકા વાઈરસ શું છે તેના ક્યા-ક્યા લક્ષણો છે આ તમામ વિશે જાણકારી અમદાવાદના સિનિયર ડોક્ટર સુભાષ અગ્રાવતે આપી હતી.

કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા
કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા
  • કેરળમાં ઝીકા વાયરસના કેસો નોંધાયા
  • ડેન્ગ્યુ જેવા જ લક્ષણો હોય છે ઝીકા વાયરસના દર્દીમાં
  • સદ્ભાગ્યે ઝીકા વાયરસમાં મૃત્યુ થવાની સંભાવના નહિવત

અમદાવાદઃ કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વિના જોર્જે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઝીકા વાઈરસના કેસ સામે આવી ચૂક્યા છે. કેરળ રાજ્યમાં ઝીકા વાઈરસ ( Zika virus ) ના કેસ સામે આવ્યા હોય તે આ પ્રથમ કીસ્સો છે. જોકે, આ વાઇરસ આપણે માટે નવો નથી. મહત્વનું છે કે, ઝીકા વાઈરસ પ્રથમવાર 2016માં સામે આવ્યો હતો. જે મચ્છરજન્ય બીમારી છે અને તેના લક્ષણ મોટાભાગે ડેન્ગ્યુ જેવા હોય છે. તેથી દર્દીને ડેન્ગ્યુ છે કે ઝીકા વાઇરસની બીમારી છે તે ઓળખવું થોડું મુશ્કેલ બને છે. પરંતુ ETV bharatના દર્શકો પાસે ઝીકા વાઈરસની સાચી અને સચોટ માહિતી પહોંચે તે માટે ETV Bharat ઝીકા વાઈરસની તમામ માહિતી અમદાવાદના સિનિયર ડોક્ટર સુભાષ અગ્રાવત પાસે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડોકટર સુભાષ અગ્રાવત 50 વર્ષથી તબીબી ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા

શા માટે માત્ર કેરળમાં જ ઝીકા વાયરસનાના કેસો નોંધાય છે?

શા માટે માત્ર કેરળમાં આ પ્રકારના કેસ સામે આવ્યાં છે તે મુદ્દે પ્રશ્ન કરતા ડોક્ટર સુભાષ અગ્રાવતે ETV Bharatને જણાવ્યું હતું કે, કેરળમાંથી મોટાભાગના લોકો આફ્રિકા જેવા દેશો તરફ સ્થળાંતર કરતા હોય છે. ઝીકા વાઈરસની ઉત્પત્તિ મૂળ આફ્રિકા જેવા દેશોમાં થાય છે. તેથી આફ્રિકન દેશો ( African countries )માં કોઈ ભારતીયના સંપર્કમાં ઝીકા વાઈરસ ( Zika virus ) આવ્યો હોય અને તે ભારતમાં પ્રવેશે તેથી ભારતના નાગરિકોમાં પણ આ બીમારી ફેલાઈ હોઈ શકે. સામાન્ય રીતે જે વ્યક્તિમાં ઝીકા વાઈરસ હોય અને તે એસીમટોમેટીક હોય તેમજ કોઈ મચ્છર તેને કરડી અન્ય કોઈ વ્યક્તિને જ્યારે કરડે છે ત્યારે અન્ય વ્યક્તિના શરીરમાં આ વાઇરસ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, જેના કારણે આ બીમારી ફેલાઈ છે.

આ પણ વાંચોઃ Zika Virus: કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરળમાં મળ્યો પ્રથમ કેસ

ઝીકા વાઈરસના લક્ષણો શું હોય છે?

ડોક્ટર સુભાષ અગ્રાવતે ઝીકા વાયરસના લક્ષણો વિશે જણાવ્યું હતું કે, આ બીમારીના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે. જેમાં તાવ આવવો, ત્વચા પર લાલ રંગના છાંટા પડવા, સાંધાનો દુખાવો અને આંખો લાલ થવી જેવા સામાન્ય લક્ષણો હોય છે. ઝીકા વાઈરસ ( Zika virus ) માં પણ શરીરમાં ડ્રોપ્લેટ્સની સંખ્યા ખૂબ ઘટી જાય છે. પરંતુ તે ડેન્ગ્યુની જેમ બ્રેઈન હેમરેજ સુધી પહોંચી જતું નથી. સૌથી મહત્વની અને સારી ઘટના એ છે કે ઝીકા વાઈરસથી દર્દીના મોતની સંભાવના નહિવત છે.

ગર્ભવતી મહિલાઓએ વધુ સંભાળ રાખવાની જરૂરિયાત

ગર્ભવતી મહિલાઓએ ઝીકા વાયરસ સામે વધુ સંભાળ રાખવાની જરૂરિયાત છે. ડોક્ટર સુભાષ અગ્રાવતે આ મુદ્દે જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન વધુ સંભાળ રાખવાની જરૂરિયાત છે. તેમના શરીરમાં ડ્રોપ્લેટસની સંખ્યામાં ઘટાડો થતાં બાળક ઉપર પણ અસર કરી શકે છે. જોકે, આ દરમિયાન ઝીકા વાઈરસના દર્દીએ શું ખાવું જોઈએ તેના ઉપર કોઈ ખાસ મર્યાદા લગાવવામાં આવી નથી. સામાન્ય રીતે તાજો અને હાયજેનિક ખોરાક ખાવાથી તેમજ જેનાથી શરીરને રોગપ્રતિકારક શક્તિ વધે તેવો આહાર લેવાથી ફાયદો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.