અમદાવાદ: નવા વાડજમાં અખબારનગર પાસે આવેલી રચના સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી કારમાં અચાનક જ કારમાં આગ લાગી હતી અને કાર બળીને ખાક થઈ ગઈ હતી. આસપાસના લોકો કારની આગને બુઝવવાના પ્રયત્નો કરે ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું.
![અખબારનગર પાસે ઈકો કારમાં આગ, જાનહાની ટળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8932534_burnig_gj10037.jpg)
આસપાસના લોકો ગેસ લિકેજ કે શોર્ટસર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું માની રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. કારને આગ લાગતા કારમાં બેઠેલા તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા તેમને કોઈ નુકસાન કે જાનહાની થઈ નહતી.