અમદાવાદ સૌથી ઝડપી વાહન વ્યવહાર અને ટ્રાફિકમાંથી મુક્ત એટલે કે BRTS પરંતુ આ જ વહેલી સવારે બસમાં અચાનક આગ લાગતા 25 જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટના પર પહોંચીને ગણતરીમાં મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.(ahmedabad brts bus). રૂટ નંબર 3ની આ બસ આરટીઓથી મણિનગર જઈ રહી હતી.
બસ બ્રેક ડાઉન થતાં જ આગ લાગી T28 મેમનગર સ્ટેશન પર ટોકિંગ એરિયામાં પહેલા આ BRTS બસ બ્રેક ડાઉન થઈ હતી. બાદમાં એન્જિનમાં ધુમાડવા નીકળવાનો શરૂ થતા જ BRTS બસને મેમનગર બસ સ્ટેન્ડ પર સ્ટોપ કરી દેવામાં આવી હતી. ગણતરીની મિનિટમાં એન્જિનમાંથી અચાનક ધૂમાડો નીકળતા બસ સ્ટેન્ડમાં રહેલા સ્ટાફ દ્વારા દરેક પેસેન્જરને બસ અને મિનિટમાં બસ સ્ટેન્ડમાં ઉભા રહેલા મુસાફરોને પણ તાત્કાલિક બસ સ્ટેન્ડમાંથી બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો બહાર નીકળતા જ બસમાં અચાનક આગ લાગી નીકળી હતી.(ahmedabad brts bus news)
ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના પહોંચી સવારે અંદરથી 8:30 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને મેમનગર BRTS બસમાં આગ લાગી હોવાના ફાયર વિભાગને સમાચાર મળતા ઇમર્જન્સી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચતા જ પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઇવરની સમય સુચકતાને કારણે આ બસમાં સવાર 25 જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.(brts bus catches fire)