- હાઇકોર્ટની ટકોર બાદ કોર્પોરેશનની કામગીરી
- પોતાના નિયમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો ફેરફાર
- હોસ્પિટલમાં કેટલા બેડ અવેલેબલ તે અંગે જાહેર માહિતી મૂકવાનો કર્યો આદેશ
અમદાવાદ: હાઇકોર્ટની ટકોર બાદ આજે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના નિયમોમાં ફેરફાર કરી અને જે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા, તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. તો ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ માટે પોતાના નિયમો બદલાયા હતા અને તમામ હોસ્પિટલ જે કોવિડની સારવાર કરતી હોસ્પિટલ હોય તેને પોતાની હોસ્પિટલમાં કેટલાં બેડ છે, તે અંગેની માહિતી બોર્ડ પર મૂકવાના આદેશ જાહેર કર્યા છે. તેનું હોસ્પિટલો દ્વારા પાલન પણ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો : અમદાવાદીઓએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું, કોરોનાની ચેઇન તોડવામાં મળી શકે છે સફળતા
બેડ, ઇસ્યુલીન અને જનરલ પણ કેટલા ઉપલબ્ધ તે અંગેની તમામ માહિતી બોર્ડ પર મૂકવાની છે
AMCએ બુધવારે જ પોતાના નિયમોમાં ફેરફાર કરીને માહિતી જાહેર કરી હતી, ત્યારબાદ આજે ગુરુવારે AMC સંચાલિત હોસ્પિટલોમાં પણ બેડને લગતી તમામ માહિતીઓ છે તે જાહેર બોર્ડ પર મૂકવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાં બેડ અવેલેબલ છે, સાથે જ આ ઇસ્યુલીન અને જનરલ પણ કેટલા ઉપલબ્ધ છે. તે અંગેની તમામ માહિતી બોર્ડ પર મૂકવાની છે.
આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવો નિયમ, નાઈટ કરફ્યુમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે
આદેશનું સંપૂર્ણ પાલન થાય તે અંગે પણ AMC સતત દર્શન કરી રહ્યું છે
હોસ્પિટલની બહાર બોર્ડ મારવા માટેની જે કામગીરી માટે આદેશ કરવામાં આવ્યા છે, તેનું સંપૂર્ણ પાલન થાય છે કે કેમ તે અંગે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત દર્શન કરી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી ક્યારે ઓછી થાય છે તે જોવું પણ મહત્વનું રહેશે.