ETV Bharat / city

‘બહુત હુઇ મહંગાઇ કી માર’ જેવા લોભામણા સૂત્રો આપી ભાજપે જનતાના 20 લાખ કરોડ સેરવી લીધાઃ કોંગ્રેસ - manish doshi

"બહુત હુઈ મહંગાઈ કી માર-અચ્છેદિન"ના રૂપાળા સૂત્રથી પ્રજાની લાગણી સાથે છેતરપીંડી કરી સત્તા મેળવનાર ભાજપ સરકારે સતત એક્સાઈઝમાં વધારો ઝીંકતાં દેશની 130 કરોડ અને ગુજરાતની 6 કરોડ જનતા મંદી-મોંઘવારી-મહામારીના મારથી હેરાન પરેશાન છે. ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

મનીષ દોશી
મનીષ દોશી
author img

By

Published : Feb 13, 2021, 2:28 PM IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર કોંગ્રેસની પ્રેસ
  • ગુજરાતમાં એક્સાઇઝ વેટના નામે 12 કરોડ જનતા પાસેથી લઇ લેવામાં આવ્યા
  • કોંગ્રેસ પક્ષ સ્થાનિક ચૂંટણીમાં આ મુદ્દો લઇ જશે

અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ સામે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેંમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર લોકોને લૂંટી રહી છે. લોકો મંદી, મોંઘવારીથી પરેશાન થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આવી લૂંટ બંધ કરીને દેશની જનતાને રાહત આપે.

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના નામે જનતા પાસે લૂંટ ચલાવી છેઃ દોશી

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય-મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો અને બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર દર મહિને પેટ્રોલ-ડીઝલ પરના વેટ દ્વારા 1200 કરોડ રૂપિયા નાગરિકો પાસેથી વસુલ કરી રહી છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં 73 વર્ષના સમયગાળામાં સૌથી ઊંચા ભાવ છે. છેલ્લાં 7 વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. 9.20 પ્રતિ લિટર (મે-2014) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. 32.98 કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ 23.78 અથવા તો. 258 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. 3.46 (મે-2014)થી વધારીને પ્રતિ લિટર રૂ. 31.83 કરી દીધી છે. એટલે કે, પ્રતિ લિટર રૂ. 28.37 સાથે 820 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 110 અમેરિકી ડોલરથી ઘટીને પ્રતિ બેરલ 50 અમેરિકી ડોલર થયા છે. વર્ષ 2021માં શરૂઆતના માત્ર 41 દિવસોમાં જ પેટ્રોલમાં 4.14 અને ડીઝલમાં 4.16 રૂપિયાનો વધારો દેશના નાગરિકો ઉપર ઝીંકવામાં આવ્યો. પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણમાં દેશના 130 કરોડ નાગરિકો પાસેથી 2014-15 થી વર્ષ 2021 સુધીમાં વિવિધ કરવેરા પેટે રૂા. 20,90,777કરોડ જેટલી માતબર રકમની લૂંટ ચલાવવામાં આવી છે.

મનીષ દોશીની પત્રકાર પરિષદ

‘અચ્છેદિન’ના સુત્રો સાથે ભાજપે નાગરિકો પાસેથી 20 લાખ કરોડ સેરવી લીધા - કોંગ્રેસ

આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ 2013માં ક્રુડનો ભાવ અમેરીકન ડોલર 109 હતો. ત્યારે દેશના નાગરિકોને રૂ. 74/- માં મળતું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં વર્ષ 2021 માં ક્રુડનો ભાવ 50/- અમેરીકન ડોલર જેટલો અતિ તળીયે ભાવ હોવા છતાં ભારતના નાગરિકો પાસેથી રૂ. 82 પ્રતિ લીટર જેટલો વસૂલવામાં આવી રહી છે. જીડીપી(GDP) વધારવામાં અને આર્થિક મોરચે સદંતર નિષ્ફળ નીવડેલ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર ગેસ-પેટ્રોલ-ડીઝલ(GDP) પરની સુનિયોજિત લુંટ બંધ કરીને રાજ્ય અને દેશની જનતાને રાહત આપે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.