ETV Bharat / city

અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની બે જનસભા યોજાઈ - બીજેપી ન્યૂઝ

અમદાવાદ શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોમાં જોમ અને જુસ્સામાં વધારો કરવા તેમજ જીતના મજબૂત નિર્ધાર સાથે બે જનસભા યોજાઈ હતી.

સી.આર.પાટીલ
સી.આર.પાટીલ
author img

By

Published : Feb 15, 2021, 1:23 PM IST

  • અમદાવાદ શહેરના લોકોમાં આફતને અવસરમાં પલટાવવાની અદભૂત ક્ષમતા છે: સી.આર.પાટીલ
  • કોંગ્રેસના સમયમાં બુટલેગરોના નામથી શહેરો પ્રખ્યાત હતા: સી.આર.પાટીલ
  • આજે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના છે: સી.આર.પાટીલ
  • અમદાવાદ ભાજપના કાર્યકરો 175 કોર્પોરેશનની ચૂંટણીમાં 175 થી વધુ સીટો લાવશે : સી.આર.પાટીલ

આજે ચૂંટણી પરિણામનાં 23 તારીખ જેવો માહોલ : સી.આર.પાટીલ

સભાની શરુઆતમાં કેસરીયો માહોલ જોઈને કાર્યકરોને અભિનંદન આપતા કહ્યું હતું કે, 23 તારીખ હોય તેવો વિજય વિશ્વાસ સંમેલન જેવો માહોલ છે. કોંગ્રેસનાં સમયમાં બુટલેગરોનાં નામથી શહેરો પ્રખ્યાત હતા. આજે ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર વલ્લભભાઈનું, નરેન્દ્ર મોદીનું અને અમિત શાહના ગુજરાત તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. જામનગરનાં કાર્યકરો સૌથી વધારે ડિપોઝિટ જપ્ત કરવાના સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યા છે ત્યારે અમદાવાદ મહાનગર સાથે તંદુરસ્ત હરીફાઈ દરેક મહાનગરની રહેશે કે સૌથી વધારે કોંગ્રેસની ડિપોઝિટ ક્યાં જપ્ત થશે ?

સી.આર.પાટીલ
સી.આર.પાટીલ

કોંગ્રેસના નેતાએ ફરી પોત પ્રકાશ્યુ: સી.આર.પાટીલ

દરિયાપુર તેમજ નિકોલ ખાતેની જનસભામાં સી.આર.પાટીલે રાહુલ ગાંધી દ્વારા ગુજરાતના ચા ના વેપારીઓ વિશે આસામમાં કરેલા વાણીવિલાશ પર નિશાન તાકતા જણાવે છે કે, કોંગ્રેસ અને કોંગ્રેસનાં નેતાઓએ હંમેશા ગુજરાતને બદનામ કરવાનું જ કામ થયું છે. આજે ફરી વખત કોંગ્રેસનાં નેતાએ પોતાનું પોત પ્રકાશ્યું છે. જે રીતે આપણા ગરવી ગુજરાત માટે બેફામ વાણીવિલાસ કર્યો છે તેને ગુજરાતની જનતા ક્યારેય માફ કરશે નહીં. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત ગુજરાતની શાણી અને સમજુ પ્રજા કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દેશે.

સી.આર.પાટીલ

છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપ સાથે: સી.આર.પાટીલ

દરેક ચૂંટણીમાં પેજ સમિતિએ અમોધ શસ્ત્ર છે. જેનાથી કોંગ્રેસનો રાજકીય અસ્તિત્વનો વિનાશ નિશ્ચિત છે. છેલ્લા 25 વર્ષથી જે રીતે ભાજપાના શાસનમાં વિકાસનાં કાર્યોથી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહ્યા છે તેના પરિણામે આવનારી મહાનગરની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પ્રજાના આશીર્વાદ ચોક્કસ મળશે.

કોરોના કાળમાં સરકારની ઉતમ કામગીરી: સી.આર.પાટીલ

કર્ણાવતી મહાનગરમાં ફ્લાય ઓવર બ્રિજ બન્યા છે, મેટ્રો રેલનું કામકાજ 2022 સુધી પૂર્ણ થશે, રિવરફ્રન્ટ પર કોરોના કાળમાં SVP હોસ્પિટલ અને અમદાવાદ સિવિલમાં 1200 બેડની અદ્યતન સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ અને સરકારનાં સહયોગથી ઉત્તમ કામગીરી થઈ છે. જે બતાવે છે કે, ભારતીય જનતા પાર્ટી માટે પ્રજાહિત પ્રથમ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપમાંથી 2 લાખ ફોર્મ આવ્યા: સી.આર.પાટીલ

બે લાખ જેટલા સક્ષમ કાર્યકરો ચૂંટણીમાં ટિકિટ માંગી હોવા છતાં કેટલીક મર્યાદાઓને કારણે તેમજ સમાજના દરેક વર્ગની ભાગીદારી રહે તેવો ગુલદસ્તો તૈયાર કરીને ચૂંટણીના જંગમાં ભાજપે ઉમેદવારો ઉતાર્યા છે. ત્યારે મહાનગરના કાર્યકરોનાં ત્યાગ પરિશ્રમ અને સમર્પણને કારણે આવનારા દિવસોમાં વિકાસનું કમળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.