ETV Bharat / city

ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયા CM અને રાહુલ ગાંધી પર આવું કીધું! - સતીશ પુનિયા

ભાજપ પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ રાજસ્થાનના (Satish Poonia hit Congress In Ahmedabad) મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. (Rajasthan state president Satish Poonia)

ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયા CM અને રાહુલ ગાંધી પર આવું કીધું!

author img

By

Published : Oct 15, 2022, 3:26 PM IST

અમદાવાદ ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ (state president Satish Poonia) રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સતીશ પુનિયા એ જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત અને ગુજરાત પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં રાજનૈતિક પરિવર્તનની શરૂઆતનો ગુજરાત સાક્ષી રહ્યો છે. કટોકટી કાળ હોય, ગુજરાત નવ નિર્માણનું આંદોલન હોય ગુજરાત હર હંમેશ સંઘર્ષમાં રહ્યું છે. (Satish Poonia hit Congress In Ahmedabad)

ગુજરાત રાજસ્થાન સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતની ધુરા સંભાળી ત્યારથી એક મોડેલ રાજ્ય તરીકે દુનિયા સમક્ષ ઉપસી આવ્યું છે. ગુજરાત અને રાજસ્થાનનો સંબંધ બે ભાઈ જેવો સંબંધ છે. પડોશી રાજ્ય હોવાના કારણે આર્થિક ગતિવિધિઓ તેમજ રાજકીય ગતિવિધિઓનો ખૂબ મોટો પ્રભાવ એકબીજા પર પડી રહ્યો છે અને પડતો આવ્યો છે. સતીશ પુનિયાએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આવીને રાજસ્થાન મોડેલની પ્રજા સમક્ષ મૂકીને તેમણે જૂઠ્ઠાણા ચલાવ્યા છે. રાજસ્થાનમાં ક્રાઈમ રેટમાં ગેહલોત સરકારમાં ખૂબ વધારો થયો છે. (BJP Rajasthan state president)

રાજસ્થાનમાં 32 ટકા બેરોજગારીની વાત રાજસ્થાનના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, રાજ્યમાં 7 લાખ 97 હજાર જેટલી FIR નોંધવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રાજસ્થાનની કાનુન વ્યવસ્થાની પોલ ખોલી નાખતા આંકડા જારી કર્યા છે કે 6337 રેપ કેસ રાજસ્થાનમાં થયા છે તે દેશમાં સર્વાધિક છે. આમ જોવા જઈએ તો રોજના 17 દુષ્કર્મની એવરેજ આવે છે અને આટલાથી ન અટકતા દરરોજ 7 નાગરિકોના મર્ડર રાજસ્થાનમાં થઈ રહ્યા છે. હાલમાં આવેલા આંકડા મુજબ દર 12 કિલોમીટરે રાજસ્થાન સરકારના એક અધિકારીની ટ્રેપ થઈ રહી છે. રાજસ્થાનમાં 32 ટકા જેટલો સૌથી ઊંચો બેરોજગારી દર છે અને વિધાનસભાના ફ્લોર પર સ્વીકાર્યું કે 70 લાખ બાળકોએ વિવિધ પરીક્ષાઓ આપી તેમાંથી માત્ર એક લાખ બાળકોને રોજગારી તેઓ આપી શક્યા છે બાકી બચેલા 69 લાખ બાળકોને તે રોજગારી આપી શક્યા નથી. (Satish Poonia in Ahmedabad)

રાહુલ ગાંધી પર પ્રહાર સતીશ પુનિયા વધુમાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં હોસ્પિટલો બીમાર છે, નિશાળો લાચાર છે અને જનતા બેરોજગાર છે. અશોક ગેહલોતે અગર આ મોડેલ ગુજરાતમાં લાગુ કરવા માંગતા હોય તો ગુજરાતની જનતાને ચેતવાની જરૂર છે. સતીશે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો (Satish Poonia attacks Rahul Gandhi) કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરતા રાજસ્થાન કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈતી હતી. રાજસ્થાનના રાજભવન બહાર સમગ્ર 4 વર્ષ દરમિયાન બે-બે મુખ્યપ્રધાનના નારા લાગે છે અને રાજસ્થાનના ધારાસભ્યોએ રાજીનામાના પત્રો મીડિયામાં વહેતા કરવા પડે છે. (Congress in Gujarat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.