ETV Bharat / city

નવા પ્રધાનોની શપથવિધિ તો ટળી, પરંતુ નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ - નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ

રાજ્યના રાજકારણમાં બુધવારનો દિવસ ખૂબ જ રોમાંચિત રહ્યો હતો. રાજ્યના નવા મુખ્યપ્રધાનના નવા પ્રધાનોની શપથવિધિ થતા થતા રહી ગઈ હતી. જેની પાછળ નારાજ સિનિયર ધારાસભ્યો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, શપથવિધિ મોકૂફ રખાયા બાદ હાલમાં પણ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દોર ચાલી રહ્યો છે.

નવા પ્રધાનોની શપથવિધિ તો ટળી, પરંતુ નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ

author img

By

Published : Sep 15, 2021, 8:47 PM IST

  • ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના શપથ રહ્યા રદ્દ
  • ગુરૂવારે યોજાશે પ્રધાન મંડળની શપથ વિધિ
  • નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાની પ્રક્રિયા શરૂ

અમદાવાદ: ગુજરાતમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ હજુ સુધી રાજ્યનું પ્રધાનમંડળ નક્કી થઈ શક્યું નથી. આજે બુધવારે પ્રધાનમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાવાની હતી, પરંતુ તેને અચાનક જ રદ્દ કરવામાં આવી છે અને આવતીકાલે રાજ્યનું નવું પ્રધાનમંડળ શપથ લેશે.

નવા પ્રધાનોની શપથવિધિ તો ટળી, પરંતુ નારાજ સિનિયર ધારાસભ્યોને મનાવવાનો દૌર હજુ પણ ચાલુ

ધારાસભ્યોનું લોબિંગ ચાલુ

આ શપથવિધિ ન થવાનું મુખ્ય કારણ સિનિયર ધારાસભ્યોની નારાજગી છે. આજે બુધવારે વહેલી સવારથી જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાને રાજ્યના જુદા-જુદા જીલ્લાઓમાંથી ધારાસભ્યો ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો અને સાંસદો પણ આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરૂવારે શપથ લેનારા પ્રધાનોની કુલ સંખ્યા 27 હશે. જેમાં મહિલાઓને પણ સ્થાન આપાશે. યુવાઓને સ્થાન આપાશે. 60 વર્ષથી ઉપરના પ્રધાનો ખૂબ જ ઓછા હશે. ખાસ કરીને તમામ જ્ઞાતિઓને આવરી લેવાય તેવી ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી તૈયાર કરી રહી છે. તો બીજી તરફ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાતના પ્રધાનો નક્કી થશે તે વાત નક્કી છે.

ધારાસભ્યોમાં પ્રધાન બનવા હોડ

સિનિયર ધારાસભ્ય પ્રધાન બનવા ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તેમનું ચાલતું ન હોવાથી અન્ય મંત્રી રહી ચૂકેલા સિનિયર ધારાસભ્યો સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.