અમદાવાદ: ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસે આ કાવતરું વડાપ્રધાનને મારવા માટે કર્યું હતું, જેને લઇને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં આ બાબતનો વિરોદ્ધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યની તમામ વિધાનસભાઓમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ મૌન ધરણા(BJP holds silent picket in assembly) કરીને વિરોદ્ધ દર્શાવ્યો હતો. અમદાવાદનો મુખ્ય કાર્યક્રમ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણની હાજરીમાં ભાજપના 50 જેટલા કાર્યકરોએ ગાંધીજીનો ફોટા રાખીને મૌન ધરણા કર્યા હતા.
પ્રોટોકોલ મુદ્દે ઘમાસાણ યથાવત
વડાપ્રધાનના પ્રોટોકોલને લઈને રાજનીતિમાં મોટુ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા પંજાબ સરકાર અને પંજાબ પોલીસ વિરુદ્ધ વડાપ્રધાનની સુરક્ષાનો પ્રોટોકોલ નહીં જાળવીને સમગ્ર ઘટનાને કાવતરું ગણાવામા આવી રહી છે.
આ પણ વાંચો : PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન
આ પણ વાંચો : PM Modi Security Breach: સુપ્રીમ કોર્ટ પહોંચ્યો PM મોદીની સુરક્ષા ચૂકનો મામલો, આજે થશે સુનાવણી