- ગુજરાત કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર
- રિમોર્ટ કંટ્રોલથી ગુજરાત રાજ્ય ચાલી રહ્યું છે - કોંગ્રેસ
- ભાજપ સરકારને બરખાસ્ત કરવાની જરૂર ઉભી થઇ - કોંગ્રેસ
અમદાવાદ- ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપેલા રાજીનામા બાદ અર્જુન મોઢવાડીયાએ નિવેદન આપતા કહ્યું કે, રૂપાણી સરકાર ડબલ રિમોટ કંટ્રોલથી ચાલતી પાર્ટી હતી. જેમાં એક રિમોર્ટ દિલ્હી અને બીજું રિમોર્ટ સી.આર. પાટીલ ચલાવતા હતા. જેના કારણે ગુજરાત સરકાર કઈ દિશામાં જતી હતી, જે ભાજપ સરકારને પણ ખબર ન હતી.
ગુજરાતમાં ભાજપ પાર્ટી નિષ્ફળ ગઈ છે
અર્જુન મોઠવાડિયાએ કહ્યું કે, કોરોનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ધંધા, રોજગાર, બેકારી અને શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં તૂટી ગઇ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. દિલ્હી અને સુરતના રિમોર્ટ કંટ્રોલે વિજય રૂપાણીનું રાજીનામું અપાવ્યું છે. આનંદીબેનને જેમ અચાનક બહાર મોકલી દીધા તેવી જ રીતે રૂપાણીનું રાજીનામું પણ લઈ લીધું છે. ગુજરાતમાં ભાજપ પાર્ટી નિષ્ફળ ગઈ છે.
ભાજપ સરકારને બરખાસ્ત કરવી જોઈએ - કોંગ્રેસ
વધુમાં તેમણે કહ્યું કે, બન્ને રિમોર્ટ કંટ્રોલ પણ નિષ્ફળ ગયા છે. હવે ગુજરાતનો જનાદેશ લેવા ચૂંટણી જાહેર કરવી જોઈએ અને ભાજપને બરખાસ્ત કરવી જોઈએ છે. ગુજરાતમાં તમામ લોકો જાણે છે ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. 2017થી ભાજપની સરકાર નિષ્ફળ જતી આવી રહી છે. ગુજરાતમાં નાણાંની કોથળીઓ વહેંચી ચૂંટણીઓ જીતવી, દારૂના ટેન્કરો ઠાલવી ચૂંટણીઓ જીતવી અને ચૂંટણીની હાર દેખાય તો નાણાંથી ખરીદી કરવા આ પ્રકારે ધક્કા મારી શાસન ચલાવ્યું છે, ત્યારે હવે 2022માં ક્યા મોઢે પ્રજા વચ્ચે જવું તે માટે રૂપાણીનું રાજીનામુ લેવામાં આવ્યું છે.
રૂપાણી પોતાના કાર્યકાળ પૂરો કરવાના અંત સુધી પહોંચ્યા હતા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકારના રાજમાં તમામ વર્ગોના લોકો હેરાન પરેશાન થાય છે. જ્યારે રૂપાણી પોતાના કાર્યકાળ પૂરો કરવાના અંત સુધી પહોંચ્યા હતા. ત્યાં તેમની સાથે પણ રાજીનામુ લઈ લેવામાં આવ્યું છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, સી.આર.પાટીલનો આંતરિક અસંતોષ ઉડીને આંખે વળગી રહ્યો છે.
દિલ્હીથી ચાલતા રિમોર્ટ કંટ્રોલનું પરિણામ રૂપાણી બન્યા છે
પાટીલનો આંતરિક વિખવાદ ચરણ સીમાએ પહોંચ્યો હતો, જેનો ભોગ રૂપાણી બનેલા છે. એવા સંજોગોમાં મુખ્યપ્રધાન બદલવાથી નિષ્ફળતાઓ નહિ છુપાઈ શકે, ભાજપનો અણગણિત નિર્ણય, વહીવટીના કારણે, ગુનાહિત બેદરકારીના કારણે 3 લાખ લોકો કોરોનામાં મોતને ભેટ્યા છે. યુવાનો બેરોજગાર છે. આ તમામ નિષ્ફળતાના કારણે ભાજપ દ્વારા રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં 9 દિવસના ઉત્સવ દરમિયાન નક્કી થઈ ગયું હતું. વિજય રૂપાણીનું રાજીનામું ફિક્સ હતું. ભાજપના આંતરીક વિખવાદનું પરિણામ છે. દિલ્હીથી ચાલતા રિમોર્ટ કંટ્રોલનું પરિણામ રૂપાણી બન્યા છે.