ETV Bharat / city

ચાર મહાનગરોમાં શનિ-રવિ થિયેટરો બંદ રહેવાથી થિયેટર માલિકોને મોટું નુકશાન

author img

By

Published : Mar 21, 2021, 1:57 PM IST

રાજ્યમાં કોરોના વધતા ચાર મહાનગરોના મલ્ટિપ્લેક્સ શનિ-રવિ બંધ કરવાના નિર્ણયથી મલ્ટિપ્લેક્સ માલિકોને લાખો, કરોડો રૂપિયાનો ફટકો પડશે. લોકડાઉન બાદ 7 મહિના પછી શરૂ થયા પછી મલ્ટિપ્લેક્સ ફરી કફોડી સ્થિતિમાં મુકાયા છે. ત્યારે વાઈડ એંગલના માલિક રાકેશ પટેલ સાથે ETV BHARATની ખીસ વાતચીત.

ચાર મહાનગરોમાં શનિ-રવિ થિયેટરો બંદ રાખવાનો નિર્ણય

  • અગાઉ 7 મહિના થિયેટરો બંધ રહેતા માલિકોને મોટું નુકશાન થયું
  • ચાર મહાનગરોના મલ્ટિપ્લેક્સ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય
  • અમદાવાદમાં 48 મલ્ટિપ્લેક્સ છે ગુજરાતમાં 250થી વધુ

અમદાવાદ : કોરોનાના કેસના વધતા જ શનિ-રવિ મોલની સાથે મલ્ટિપ્લેક્સ પણ મોટા શહેરોમાં બંધ રાખવાનો આદેશ સરકાર દ્વારા કરાયો છે. આ કારણે અમદાવાદના 48 મલ્ટિપ્લેક્સ સહિત અન્ય ત્રણ રાજ્યોના મલ્ટિપ્લેક્સ થિયેટરના માલિકોને લાખો, કરોડોનું નુકશાન ફરી એકવાર વેઠવાનો વારો આવ્યો છે.

મોટા બજેટની સારી ફિલ્મો આવવાની શરૂઆત થઈ ગઇ

લોકડાઉન થયાના 7 મહિના બાદ થિયેટર્સ શરૂ કરવાની મંજૂરી મળી હતી. થિયેટર્સને ફરી વિકેન્ડમાં થિયેટરો બંધ રહેશે. દર્શકોમાં પણ આ વાતને લઈને નિરાશા જોવા મળી છે. કેમ કે, મોટા બજેટની સારી ફિલ્મો આવવાની શરૂઆત થઈ ગઇ છે. આ દરમિયાન વાઈડ એંગલના માલિક રાકેશ પટેલે આ નુકશાન અંગે જણાવ્યું હતું.

એક વર્ષના સમયગાળામાં 7 મહિના થિયેટર બંધ રહ્યા

કોરોનાના એક વર્ષના સમયગાળામાં 7 મહિના થિયેટર બંધ રહ્યા હતા. જે બાદ 50 ટકા સાથે અમે સ્ક્રિન શરૂ કરી હતી. ફિલ્મો આવવાની શરૂઆત થતા બે પૈસા શનિ-રવિમાં કમાવવા મળતા હોય છે. રાત્રે 9 વાગ્યા સુધીનો કર્ફ્યુ બરોબર છે પરંતુ થિયેટર્સ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય અયોગ્ય છે તેવું માનવામાં આવે છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ

અમદાવાદમાં 48 મલ્ટિપ્લેક્સ છે ગુજરાતમાં 250થી વધુ

ચાર મહાનગરોમાં થિયેટર્સ માટેના આ નિર્ણયથી લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડશે. આમ પણ કોરોનામાં સંખ્યા પણ ઓછી આવતી હતી. અમદાવાદમાં 48 જેટલા મલ્ટિપ્લેક્સ છે. મોટાભાગના મહાનગરોમાં મલ્ટિપ્લેક્સ છે. ગુજરાતમાં આ સંખ્યા 250થી વધુની છે તેવું રાકેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : અનલોક-5ઃ મલ્ટિપ્લેક્સ અને થિયેટરો ખુલે તેવી સંભાવના

થિયેટરને લાખો-કરોડોનું નુકશાન થશે

મોટા બજેટની ફિલ્મો આવી રહી છે. દર્શકોમાં તેનો ઉત્સાહ હોય છે. શુક્રવારથી શરૂ કરીને રવિવાર દરમિયાન સારું કલેક્શન રહેતું હોય છે. હવે આ નિર્ણયથી કરોડોનું નુકશાન થિયેટર્સ માલિકોને થશે. થિયેટર માલિકો સર્વાઈવ્સ થાય તે માટે અમે થોડા મહિના પહેલા થિયેટર એસોસિએશન તરફથી સરકારને પ્રોપર્ટી ટેક્સ, લાઈટ બિલ, સ્ટાફ ખર્ચ મળે તે માટે લેટર લખ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.