- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
- સરસપુર વિસ્તારના ભાજપના ઉમેદવાર ભાસ્કર ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું
- સામાન્ય પ્રશ્નોના મુદ્દાને લઈને ઉતરશે જંગમાં
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. ત્યારે સરસપુર વિસ્તારમાં ભાસ્કર ભટ્ટે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. છેલ્લા 5 વર્ષમાં જે રોડ પાણી ગટર સહિતની સમસ્યાઓ છે તેના જે કાર્ય બાકી રહ્યા છે તે મુદ્દાને લઈને તેઓ જનતાની વચ્ચે પ્રચાર કરી પોતાની જીત માટેની કામગીરી શરૂ કરશે.
તમામ ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા અનેક જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું કેટલીક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે ઉમેદવારોના નામ જાહેર થયા છે તેમના દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ભાજપ દ્વારા જે રીતે નક્કી કરવામાં આવેલા ક્રાયટેરિયા મુજબ તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ ભરવાની શરૂઆત કરી છે.
ભાસ્કર ભટ્ટે પ્રચારની શરૂઆત કરી
ભાજપના ભાસ્કર ભટ્ટ દ્વારા પણ ઉમેદવારી પત્ર નોંધાવી અને પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે, ત્યારે હવે જોવાનું એ છે કે સરસપુર વિસ્તાર માટે જે વિસ્તાર કોંગ્રેસનો છે તે જગ્યાએ ભાજપનું જોર કેટલું કામ લાગે છે.