ETV Bharat / city

અમદાવાદની ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી, કોવિડ હોસ્પિટલે સોસાયટીના કોમન પ્લોટમાં જ OPD કરી શરૂ

author img

By

Published : Aug 21, 2020, 2:30 PM IST

Updated : Aug 21, 2020, 4:29 PM IST

અમદાવાદના શાહીબાગની ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. જેમાં કોવિડ હોસ્પિટલે સોસાયટીના કોમન પ્લોટમાં OPD ( આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ કરતાં હોસ્પિટલ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જયેશ્વર સોસાયટી-LR એપાર્ટમેન્ટના લોકોએ આ અંગ વિરોધ કર્યો છે. જાહેર આરોગ્યનું ધ્યાન રાખ્યા વગર હોસ્પિટલે દાદાગીરી કરી છે. કોર્પોરેશનના અધિકારીઓની મીલી ભગતથી કોવિડના નિયમો નેવે મુકવામાં આવ્યાં છે.

Bharti Vallabh Hospital in Shahibaug area of Ahmedabad
અમદાવાદ શાહીબાગ વિસ્તારની ભારતી વલ્લભ હોસ્પિટલ

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ શ્રી ભારતી વલ્લભ હોસ્પિટલના ડૉ. રામપ્રકાશ કોઠારી અને તેમના પત્નીની દાદાગીરી સામે આવી હતી. ડૉ. રામપ્રકાશ કોઠારીએ હોસ્પિટલની બાજુમાં આવેલા સોસાયટીના કોમન પ્લોટમાં જ પ્લાસ્ટીકનો શેડ બનાવી કામચલાઉ કોવિડ હોસ્પિટલ બનાવી હતી. જેને લઈને જયેશ્વર સોસાયટી અને LR એપાર્ટમેન્ટના લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનો વિરોધ છે કે, કોમન પ્લોટમાં કોઈ આગની ઘટના બને તો જવાબદાર કોણ? માત્ર પૈસા કમાવા માટે AMC મંજૂરીઓ આપે છે. કોઇ અધિકારી ચેકિંગ કરવા પણ અહી આવ્યું નથી. આરોગ્ય વિભાગે કેમ ચેકિંગ નથી કર્યું , કર્યું હતુ તો કેમ મંજૂરી આપી છે.

અમદાવાદની ભારતી વલ્લભ હોસ્પિટલની દાદાગીરી
આ સમગ્ર ઘટનામાં તંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે, ફાયર સેફ્ટી અને NOC વગર કોવિડ હોસ્પિટલ ચલાવવા માટે પરમિશન આપવી કેટલી યોગ્ય છે? શા માટે લોકોના જીવ જોખમમાં મૂકીને આવા ડોક્ટરો અને હોસ્પિટલને છાવરવામાં આવે છે.

Last Updated : Aug 21, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.