બનાસકાંઠા: બનાસકાંઠાના લાખણી ખાતે આજ રોજ મહારાષ્ટ્રમાં ગાયને માતા તરીકે નો દરજ્જો આપ્યા બાદ લાખણી મુકામે રાજકીય આગેવાનોએ પેંડા વહેંચી નિર્ણય વધાવ્યો હતો. ભર બજારે જય ગૌ માતાના નાદથી બજાર ગુજયું હતું.
મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતાં બનાસકાંઠામાં પણ ક્યાંકને ક્યાંક ખુશીનો માહોલ છે ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો. હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચઢાવી સમગ્ર બજારમાં રેલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવીને નિર્ણયને વધાવ્યો હતો. સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદે પહેલ કરે એવી માંગ કરી હતી. સમગ્ર બજારમાં જય ગૌમાતા જય ગૌમાતાના નાદ સાથે એકનાથ સરકાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા ગુંજયા હતા. ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાયનું હિન્દુ ધર્મમાં પણ વિશેષ મહત્વ છે અને હિંદુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે.
ગુજરાતમાં ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે દરજ્જો આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી લઈને સંતો મહંતો ગૌ ભક્તો સહિતના સેવાકીય ટ્રસ્ટો દ્વારા માગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા આ માગને સ્વીકારવામાં આવતી નથી અને આ બાબતે કોઈ નિર્ણય પણ યોગ્ય લેવામાં આવતો નથી. જેને લઈને ગુજરાત સરકાર સામે સંતો મહંતોની ભારે નારાજગી જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનો દર્જો આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને આજે લાખણી ખાતે ગૌ ભક્તો તેમજ સેવાકીય ટ્રસ્ટ્સ અને સંતો મહંતો દ્વારા ભવ્ય ઉત્સાહ સાથે પેડા વેચી મોંઢુ મીઠું કરી વધાવી લેવામાં આવ્યો હતો.