ETV Bharat / state

જામનગરના દરેડ તક્ષશીલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે - temple of parashuram in jamnagar

જામનગરમાં દરેડ સ્થિત તક્ષશિલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે. આ ઉપરાંત, આ સંકુલમાં સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે., temple of parashuram in jamnagar

જામનગરમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે
જામનગરમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 10:37 PM IST

Updated : Oct 1, 2024, 10:54 PM IST

જામનગર: જામનગર નજીક દરેડ સ્થિત તક્ષશીલા સંકુલમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે. આ ઉપરાંત, આ સંકુલમાં સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલ પણ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે દ્વારકા પીઠના શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતીજી તારીખ 1 ઓક્ટોબરે જામનગરની મુલાકાત લેશે. તે સમયે વિધિવત જાહેરાત કરશે. શંકરાચાર્યજીની આ જાહેરાતથી દરેડ અને આસપાસના વિસ્તારના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બનશે (ETV Bharat Gujarat)

તક્ષશીલા સંકુલમાં પહેલાથી જ શિવ મંદિર આવેલું છે, અને હવે પરશુરામ મંદિર બનવાથી આ સંકુલ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસશે તેવી આશા સેવાઈ રહી છે. આ પ્રોજેક્ટને બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટીમાં પી.સી. ખેતીયા અને જયદેવભાઇ ભટ્ટ છે. શંકરાચાર્યજી આ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છે.

ભગવાન પરશુરામ
ભગવાન પરશુરામ (ETV Bharat Gujarat)

આ પ્રોજેક્ટ અંતર્ગત પરશુરામ મંદિર ઉપરાંત, સ્પોર્ટ્સ મેદાન અને હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં લગભગ બે લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ઉપલબ્ધ છે. શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. અંકલેશ્વરની સબ જેલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સઘન ચેકિંગ, 5 મોબાઇલ મળ્યા - 5 mobiles found in sub jail
  2. UPનો રહેવાસી ગાંધીજીના પોરબંદરની મુલાકાતે, કહ્યું, 'ગાંધીજીના સપનાનું ભારત હજુ સરકારો બનાવી નથી શકી' - Gandhiji birth anniversary

Last Updated : Oct 1, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.